Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી સોનાલી સહગલ ફાટેલી ટીશર્ટનો વીડિયો વાઈરલ થતા થઈ ટ્રોલ…

મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સ હંમેશાં પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. ફેન્સ તેમની ફેશન સ્ટાઈલને ફોલો પણ કરે છે. પરંતુ ઘણી વખત તેમને અજીબોગરીબ ફેશન સેન્સના કારણે ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. કંઈક આવું જ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ની અભિનેત્રીની સાથે થયું છે. સોનાલી સહગલ સો.મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં પોતાના ફોટો અને વીડિયો સો.મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. પરંતુ આ વખતે સોનાલીનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વખતે અભિનેત્રીની ટીશર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું.
તાજેતરમાં એક્ટ્રેસ સોનાલી સહગલ જિમની બહાર જોવા મળી હતી. સોનાલી તે જિમમાં જાય છે જ્યાં રાખી સાવંતના વીડિયો હંમેશાં સામે આવતા હોય છે. એક્ટ્રેસે આ દરમિયાન વ્હાઈટ કલરની ટીશર્ટ અને સ્પોટ્‌ર્સ બ્રા પહેરી હતી. તેના હાથમાં પાણીની બોટલ પણ હતી. સોનાલીએ જે ટીશર્ટ પહેરી છે તે પાછળથી ફાટેલી હોય તેવી લાગે છે. આ સ્ટાઈલ જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, લોકડાઉનમાં ફરી રહી હતી અને પોલીસે મારી હોય. અન્ય એક યુઝરે લખ્યું, ’જો સામાન્ય લોકો આવી સ્ટાઈલના કપડાં પહેરે તો બધા લોકો પાગલ કહેશે.

Related posts

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ નું ટીઝર રીલીઝ…

Charotar Sandesh

ફરી એકવાર વિવાદોમાં સલમાન ખાનનો શો, અભિનેત્રી કવિતાએ લગાવ્યો આરોપ…

Charotar Sandesh

જ્હોન-નિખિલ અડવાણી નહિ શરૂ કરી શકે ‘ગોરખા’નું શૂટિંગ…

Charotar Sandesh