Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદી ૧૬ જુલાઇએ ગુજરાત આવશે : વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ધાટન કરશે

નરેન્દ્ર મોદી

અમદાવાદ : આજે સવારે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ દિલ્હી રવાના થયા, અને ૧૬મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન ખુલ્લુ મુકશે.

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ’આમ આદમી પાર્ટી’ની સક્રિયતાને કારણે ભાજપે પણ તૈયારીઓ આરંભી દીધી હોય તેમ જણાઈ રહ્યું છે.

એપ્રિલમાં કોરોનાની બીજી ઘાતક અસર ચાલી રહી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા હતા, તે પછી પહેલી વખત ગુજરાતથી જાહેર મુલાકાતો અને પ્રવાસનો પ્રારભં કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને ખુલ્લા મુકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને ખુલ્લા મુકશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલેરીમાં કૅમ શો પ્રકારના જળચર પ્રાણીઓ છે કે દેશની પહેલી ગેલેરી બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકાનારી રોબોટિક ગેલેરી કે જેમાં માનવીની દૈનિક ક્રિયાઓમા રોબોટનો ઉપયોગ કેટલો અને ક્યાં થઈ શકશે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાતમાળની ચાર પ્રેસિડેન્ટ સ્યુટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા ૩૩૦ કરોડની ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

Other News : મોંઘવારીનો માર : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૨૫ રુપિયાનો વધારો

Related posts

વિજયભાઇએ છોટા ઉદેપુરમાં : નિતીનભાઇએ વિસાવદરમાં ત્રિરંગો ફરકાવ્યો

Charotar Sandesh

બંગાળની ખાડીમાં અમ્ફાન નામના વાવાઝોડાનું જોખમ, તંત્રને કરાયું એલર્ટ…

Charotar Sandesh

PM મોદી એક્શનમાં : ગુજરાત ભાજપ નેતાઓ સાથે બંધ બારણે યોજી બેઠક : ચૂંટણીની રણનીતિ તૈયાર, જુઓ

Charotar Sandesh