ટોક્યો : ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય તીરંદાજ અતનુ દાસ મેન્સ સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાઇ તીરંદાજને મ્હાત આપીને આ કમાલ કરી છે.
રેકિંગમાં પોતાનાથી ઉપર રહેલા કોરિયાઇ તીરંદાજને અતનુ દાસે શૂટ ઑફમાં હરાવ્યા. બંને વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી. આ પૂરા મુકાબલા દરમિયાન અતનુ દાસના પત્ની અને ભારતના મહિલા તીરંદાજ દીપિકા કુમારી સતત ઉત્સાહ વધારતા જોવા મળ્યા. પત્ની વધારેલો ઉત્સાહ તેમને ઘણો કામ આવ્યો. તેમણે ઓલિમ્પિક ચેમ્પિયન સામે મેદાન મારી લીધુ.
આ પહેલા અતનુએ રાઉન્ડ ઑફ ૩૨ની મેચ શૂટ ઑફમાં જીતી હતી. તેમણે રાઉન્ડ ઑફ ૩૨માં ચીની તાઇપેના તીરંદાજ ડેંગ યૂ ચેંગ કોકો ૬-૪થી હાર આપી હતી આ મુકાબલામાં જીત્યા બાદ અતનુ સામે કોરિયાઇ તીરંદાજને હરાવવાનો મોટો પડકાર હતો. જેને પાર કરવામાં તેઓ સફળ રહ્યા.
૩૯ વર્ષના કોરિયાઇ તીરંદાજ જિન હેક અને ભારતના અતનુ દાસ વચ્ચે મુકાબલો આશા કરતા વધારે રોમાંચક રહ્યો. અતનુ દાસે લોકોની આશાથી વધારે જઇને આ મુકાબલો જીત્યો. પહેલો સેટ કોરિયાઇ તીરંદાજના નામે રહ્યો. જેને તેમણે ૨૬-૨૫થી જીત્યો. કોરિયાઇ તીરંદાજની ૨-૦ની લીડ બાદ અતનુ માટે બીજો સેટ જીતવો જરુરી હતો.
આ સેટમાં બંને ખેલાડી અંક વહેંચવામાં મજબૂર થયા. બંને ૨૭-૨૭ અંક મેળવ્યા. ત્રીજો સેટ પણ બંને તીરંદાજ વચ્ચે ૨૭-૨૭થી બરાબર હતો.
પહેલા ૩ સેટમાં લંડન અને રિયોના ગોલ્ડ મેડલિસ્ટ તીરંદાજ ૪-૨થી આગળ રહ્યા. ત્યારબાદ ચોથો સેટ જીતીને અતનુ દાસે રોમાંચ વધારી દીધો. અતનુએ ચોથો સેટ ૨૭-૨૨થી જીત્યો. ત્યારબાદ ૫મો સેટ ફરી ૨૮-૨૮ની બરાબરી પર છૂટયો અને મેચ શૂટ ઑફમાં ચાલી ગઇ. જ્યાં ભારતના અતનુ દાસે મોટો ઉલટ ફેર કરતા બે વાર ઓલિમ્પિક ચેમ્પિયનને હાર આપી. આ સંપૂર્ણ મેચ દરમિયાન અતનુના પત્ની દીપિકા સતત તેમનો ઉત્સાહ વધારતા રહ્યા. ૩૦ જુલાઇએ દીપિકા કુમારી પણ મહિલા ઇવેન્ટમાં તીરંદાજીમાં પોતાની મેચ રમતા દેખાશે.
Other News : ઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા