Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના રિવર્સ : સતત ચોથા દિવસે ૪૦ હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ

ત્રીજી લહેર
૪૧ હજારથી વધુ નવા કેસ, ૫૯૩ લોકોના મોત
કુલ કેસ ૩,૧૬,૧૩,૯૯૩, એક્ટિવ કેસઃ ૪,૦૮,૯૨૦, કુલ રિકવરી : ૩,૦૭,૮૧,૨૬૩, કુલ મોતઃ ૪,૨૩,૮૧૦
કેરળમાં સતત ચોથા દિવસ કોરોના કેસમાં વધારો, સમીક્ષા માટે કેન્દ્રની ટીમ પહોંચી

ન્યુ દિલ્હી : કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. નિષ્ણાતોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના છે પરંતુ તે ક્યારે આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપી શકાય તેમ નથી. લોકોની બેદરકારી જ કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર ઠરે તેવી સ્થિતિ હાલમાં જોવા મળે છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૬૪૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેને પગલે કુલ સંક્રમિતોનો આંક ૩,૧૬,૧૩,૯૯૩ થયો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાં સળંગ ચોથા દિવસે કોરોનાન સક્રિય કેસો વધ્યા છે. કુલ સક્રિય કેસની સંખ્યા ૪,૦૮,૯૨૦ થઈ છે જે કુલ કેસ લોડના ૧.૨૯ ટકા છે. મંત્રાલયના મતે એક દિવસમાં વધુ ૫૯૩ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઆંક ૪,૨૩,૮૧૦ રહ્યો છે.

કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩૭ ટકા નોંધાયો છે. વિતેલા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૩,૭૬૫ સક્રિય કેસ વધ્યા હતા. આઈસીએમઆરના મતે શુક્રવારે ૧૭,૭૬,૩૧૫ કોરોના સેમ્પલના ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ૪૬,૬૪,૨૭,૦૩૮ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૩૪ ટકા થયો છે તેમજ સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૪૨ ટકા નોંધાયો છે.

અત્યાર સુધીમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૭,૮૧,૨૬૩ થઈ છે. કોરોના રસીકરણમાં ધીમે પગલે વધારો થઈ રહ્યો છે અને કુલ ૪૬.૧૫ કરોડ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી થયેલા ૫૯૩ મૃત્યુ પૈકી મહારાષ્ટ્રમાં ૨૩૧ અને કેરળમાં ૧૧૬ દર્દીનો સમાવેશ થાય છે

કેરળમાં શુક્રવારે સતત ચોથા દિવસે કોવિડ -૧૯ ના ૨૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકાર covid-૧૯ વ્યવસ્થાપનમાં રાજ્યના પ્રયાસોમાં મદદ કરવા માટે કેરળમાં છ સભ્યોની ટીમ મોકલી રહી છે. કેરળના વાયનાડના સાંસદ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, કેરળમાં કોરોના વાયરસ ચેપના કેસમાં વધારો થવો ચિંતાજનક છે. હું રાજ્યના અમારા ભાઈઓ અને બહેનોને તમામ સલામતીનાં પગલાં અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા અપીલ કરું છું. કૃપા કરીને કાળજી લો.

Other News : આસામ-મિઝોરમ સરહદ વિવાદ વધુ વકર્યો : બંન્ને સરકારો આમને-સામને

Related posts

બુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ તેંદુલકર

Charotar Sandesh

અયોધ્યા વિવાદ ઃ સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Charotar Sandesh

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૯૦ થયો…

Charotar Sandesh