હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો અનુરોધ કરતાં મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ
વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસજનનું નિર્માણ કરવું પડશે – શ્રી યોગેશભાઇ પટેલ
સાત તાલુકા પંચાયતો અને એક ગ્રામ પંચાયતને રૂા. ૬૬.૬૪ લાખના ચેક અને વનીકરણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરનાર બે સંસ્થાઓને પ્રશસ્તિપત્ર મંત્રી શ્રી યોગેશભાઇ પટેલના હસ્તે એનાયત કરાયા
આણંદ : નર્મદા વિકાસ રાજય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલેએ વર્તમાન ગ્લોબલ વોર્મિંગના યુગમાં પૃથ્વીને પ્રદૂષણથી બચાવવા અને પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વધુ પ્રમાણમાં વાવેતર-ઉછેર અને જતન કરીને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો અનુરોધ કર્યો છે.
આજે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવા ખાતે ૭૨મા વન મહોત્સવ (Van Mahostav) નો વી.બી.એમ. હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવતાં મંત્રી શ્રી યોગેશભાઇ પટેલએ વર્ષ ૧૯૫૦માં કનૈયાલાલ મુનશી દ્વારા આ વન મહોત્સવ (Van Mahostav) ની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે ૭૨ વર્ષ થવા પામ્યા છે. જેને ગુજરાત રાજયએ જાળવી રાખ્યો હોવાનું જણાવી વડાપ્રધાન અને રાજયના તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયસ્તરીય વન મહોત્સવ (Van Mahostav) માત્ર પાટનગર પૂરતો સીમિત ન રાખતાં રાજયના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા રાજયના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત કરી સાંસ્કૃતિક વનનો સ્થાપના અને લોકાર્પણની એક નવી પહેલ અને પરંપરા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કોરોના મહામારીએ આપણને પરોક્ષ રીતે ઓકિસજનનું મહત્વ સમજાવ્યું છે ત્યારે તેમાંથી શીખ લઇને આપણે વૃક્ષોનું મહત્વ સમજી વધુને વધુ વૃક્ષોનું વાવેતર-ઉછેર અને જતન કરીને કુદરતી ઓકિસજનનું નિર્માણ કરવા કહ્યું હતું. શ્રી પટેલએ ગુજરાતએ સામાજિક વનીકરણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. રાજયના વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થાય અને તેમની આજીવિકામાં વધારો થાય તે માટે રાજય સરકારે વૃક્ષ ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી ૮૬ પ્રકારના વૃક્ષોની કાપણી તથા તેની ઉપજને વાહતુક માટે લવી પડતી મંજૂરીને મુકિત આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સુણાવ ખાતેની વી. બી. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં વલ્લભવિદ્યાનગર એન.સી.સી.ના કેડેટસો દ્વારા મીયાંવાકી છોડોનું વાવેતર કરીને મીયાંવકી વન બનાવવામાં આવી રહ્યું છે તેની મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લઇને કેડેટસોને પ્રોત્સાહિત કર્યા હતા.
Other News : આણંદ : પાંચ પોલિટેકનીક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક-પ્રમાણપત્રો એનાયત કરાયા