Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતને ફાળે વધુ બે મેડલ : હાઈજમ્પમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર, શરદ કુમાર જીત્યો બ્રોન્ઝ મેડલ

ટોક્યો પેરાલિમ્પિક મેડલ

ટોક્યો : ટોક્યો પેરાલિમ્પિકના ૭માં દિવસે આજે ભારતને ફાળે ફરી મેડલનો વરસાદ થયો. દિવસની શરૂઆતમાં સિંહરાજે પુરુષોના ૧૦ મીટર એર પિસતોલ સ્પર્ધાના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જે બાદ પુરુષોના લોંગ જમ્પમાંT-63 સ્પર્ધામાં મરિયપ્પન થંગવેલુ અને શરદ કુમારે મેડલ જીત્યા છે. જેમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના મેડલની સંખ્યા ૧૦ થઈ ગઈ છે.

આ પહેલાં સોમવારે પણ ભારતને બે ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ મળ્યા હતા

૧૦ મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં ૩૯ વર્ષીય સિંહરાજ અધાનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધાના ૨૧૬.૮ ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યા. ૨૩૭.૯ પોઇન્ટ સાથે ચીનના યાંગ ચાઓ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. જ્યારે ચીનના જ હોંગ જિંગના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે ૮ થઈ ગઈ છે. જેમાં ૨ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ સામેલ છે.શતમાં દિવસની શરૂઆતમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ SH1માં રૂબિના ફ્રાન્સિસે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. રૂબિનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૫૬૦ પોઇન્ટ સાથે

૭માં સ્થાન સાથે તેણે P2 મહિલા ૧૦ મીટર એર પિસ્તોલ SH1 ની ફાઇનલમાં જગ્યા બનાવી.મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલની ફાઇનલમાં રૂબિના દ્વારા સારો દેખાવ કરવાની અપેક્ષા હતી પરંતુ તેણે ફાઇનલમાં નિરાશ કર્યા હતા. ફાઇનલના પહેલા એલિમિનેશન રાઉન્ડમાં રૂબિનાએ ૧૧૦.૫ ના સ્કોર સાથે છઠ્ઠા ક્રમે રહી હતી.

આ પછી, બીજા રાઉન્ડનો સ્કોર ૧૨૮.૫ હતો અને તેને સાતમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. રાકેશ કુમારે પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ૧/૮ એલિમિનેશનમાં SVK મેરિઆને મેરેક પર ૧૪૦-૧૩૭ની જીત બાદ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પણ ક્વાર્ટર ફાઇનલમાં ચીનના આય ઝિનલિયાંગે રાકેશને ૧૪૩-૧૪૫ થી હરાવ્યો હતો.જો કે, મનીષે એલિમિનેશન રાઉન્ડમાં બધાને નિરાશ કર્યા અને ૧૩૫.૮ પોઈન્ટ સાથે બહાર થઈ ગયો હતો.

Other News : Silver Medal : ગુજરાતની ભાવિનાબેન પટેલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો

Related posts

હાર માટે રાજસ્થાન રૉયલ્સના ટૉપ ઓર્ડર સીધે સીધુ જવાબદારઃ બટલર

Charotar Sandesh

ઇમરાન પાસે શાંતિની આશા હતી, નફરતની નહીં : હરભજન સિંહ

Charotar Sandesh

ઈજાગ્રસ્ત બુમરાહ ડૉક્ટરોની સલાહ લેવા ઈંગ્લેન્ડ જશે…

Charotar Sandesh