નવી દિલ્હી : પ્રવીણ કુમારની ઉંમર માત્ર ૧૮ વર્ષની છે અને ૧૫ મે, ૨૦૦૩ના રોજ તેમનો જન્મ થયો હતો. તેઓ ઉત્તર પ્રદેશના નોએડાના રહેવાસી છે. પ્રવીણ કુમારે ૨૦૧૯માં જ આંતરરાષ્ટ્રીય રમતોમાં પોતાનું પર્દાપણ કર્યું હતું અને ૨ વર્ષની અંદર જ ઓલમ્પિકનો સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા તે પહેલા પ્રવીણ કુમારે ૨૦૧૯ના વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ધમાલ મચાવી હતી. તે સમયે પ્રવીણ કુમાર ચોથા નંબરે આવ્યા હતા પરંતુ મેડલ જીતવાથી ચુકી ગયા હતા. પ્રવીણ કુમારનો એક પગ સામાન્યરૂપથી નાનો છે. જોકે તેમણે તેને જ પોતાની તાકાત બનાવીને આજે ઈતિહાસ સર્જી દીધો છે. શરૂઆતમાં તેઓ વોલીબોલ રમતા હતા પરંતુ બાદમાં હાઈ જંપ તરફ વળી ગયા હતા.
દિલ્હીના જવાહર લાલ નેહરૂ સ્ટેડિયમમાં કોચ સત્યપાલ સિંહની આગેવાનીમાં પ્રવીણ કુમારે સતત ટ્રેઈનિંગ લીધી હતી
ખાસ વાત એ છે કે, શુક્રવારે પેરાલમ્પિકના જે મુકાબલામાં તેઓ સિલ્વર મેડલ જીત્યા છે તેમાં જ તેમણે એશિયન રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ૨.૦૭ મીટર ઉંચી કૂદ સાથે હાઈ જંપમાં હવે એશિયન રેકોર્ડ બની ગયો છે. પેરાલમ્પિકમાં અત્યાર સુધીમાં ભારતના ૧૧ મેડલ થઈ ચુક્યા છે. ટીમ ઈન્ડિયા પાસે અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. પેરાલમ્પિકના ઈતિહાસમાં આ ભારતનું અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ છે.
ટોક્યો પેરાલમ્પિક ૨૦૨૦માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે પણ ભારતના નામે વધુ એક સિલ્વર મેડલ આવ્યો હતો. નોએડાના રહેવાસી પ્રવીણ કુમારે પુરૂષ હાઈ જંપ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. પ્રવીણ કુમાર કુલ ૨.૦૭ મીટનો જંપ લગાવીને બીજા નંબરે આવ્યા.
Other News : ભારતને ફાળે વધુ બે મેડલ : હાઈજમ્પમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર, શરદ કુમાર જીત્યો બ્રોન્ઝ મેડલ