Charotar Sandesh
ગુજરાત

સિંગતેલ વધીને રૂ.૨૫૪૦થી ૨૬૦૦ની સપાટીએ પહોંચ્યું

સિંગતેલ

નવી દિલ્હી : રાજયમાં સાતમ આઠમ નિમિત્તે છ દિવસ તેલ બજારમાં સોદાઓ બંધ રહ્યા બાદ આજે તેલનો ધંધો ધમધમતો થયો હતો અને ઉઘડતી બજારે સિંગતેલ વધીને રૂ.૨૫૪૦થી ૨૬૦૦ની સપાટીએ પહોંચ્યું છે તો કપાસિયા તેલમાં આંશિક ઘટાડા સાથે રૂ.૨૪૯૫-૨૫૪૫ના ભાવ જોવા મળી રહ્યા હતા.

ઈતિહાસમાં પ્રથમ વાર તા.૭ ઓગષ્ટે કપાસિયાના ભાવ સિંગતેલ કરતા વધ્યા હતા અને તા.૮,૯ ઓગષ્ટે બન્નેના ભાવ રૂ.૨૫૦૦ સમાન રહ્યાં હતાં

આને કારણે ઘરેલુ વપરાશ માટે કપાસિયાને બદલે લોકો સિંગતેલ ખરીદવા માંડયા હતાં. વેપારી સૂત્રો અનુસાર કેટલીક હોટલ, રેસ્ટોરાંવાળા પણ એક સાથે સિંગતેલના ડબ્બા લઈ જવાનું શરૂ કર્યું હતું. જેના પગલે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છેમગફળીના દાણા અને મગફળીના તેલની નિકાસની માંગને કારણે તેલીબિયાં બજારમાં ભાવ વધતા જોવા મળી રહ્યા છે . જેમના પગલે સામાન્ય વર્ગને વધુ ઘસવાવનો વારો આવી રહ્યો છે.

કોરોના મહ્મારી ની દેશ ના તેમજ ઘર ના આર્થીક અર્થતંત્ર પાર સારી એવી અસર થઇ છે . સિંગતેલ અને કપાસિયા ના ભાવ વધતા લોકો હવે પામોલીન તેલ નો વપરાશ વધુ કરતા જોવા મળી રહ્યા છે.

Other News : ગુજરાતમાં વ્યાજખોરીનો ધખતો ધંધો : અમરેલીના લાઠીમાં પોલીસના હાથે ૪ મોટા માથા ઝપટે ચઢ્યા

Related posts

યસ બેંકના એટીએમ બહાર પૈસા ઉપાડવા લાઈન લાગી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh

વડોદરામાં તઘલખી નિર્ણય, ૧૬૪ હોસ્પિટલો દર્દીઓને સારવાર નહીં આપે ઓક્સિજન…

Charotar Sandesh

ગુજરાતમાં ૫ વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો…

Charotar Sandesh