Charotar Sandesh
વર્લ્ડ

અફઘાનિસ્તાનમાં તાલિબાની દ્વારા ચોરી તેમજ અનૈતિક સંબંધ બદલ આ આકરી સજા

અફઘાનિસ્તાનમાં તાલિબાની

કાબુલ : તાલિબાની અધિકારીએ જણાવ્યું કે તેમના શાસનમાં ચોરોના હાથ કાપી દેવાશે જ્યારે અનૈતિક સંબંધો ધરાવતા લોકોને પથ્થરો મારવાની આકરી સજા અપાશે. અનૈતિક સંબંધોમાં સંડોવાયેલ પુરુષો અને મહિલાઓ બંનેને એક જ સમાન સજા કરાશે. અમે માત્ર ઈસ્લામી નિયમો અને કાયદાનું પાલન કરતો શાંતિપૂર્ણ દેશ ઈચ્છીએ છીએ. શાંતિ અને ઈસ્લામી શાસન જ અમારી એકમાત્ર ઈચ્છા છે.

દરમિયાન અફઘાનિસ્તાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સંઘર્ષ વચ્ચે હવે ત્યાં ફરીથી સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે. આથી કાબુલ એરપોર્ટ ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો માટે તૈયાર થઈ જશે તેમ કાબુલ એરપોર્ટના નિર્દેશક અબ્દુલ હાદી હમદાનીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે કાબુલ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યાઓને સુધારવાનું કામ ચાલુ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સનું સંચાલન શરૂ થઈ ગયું છે અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

અફઘાનિસ્તાના ટોલો ન્યૂઝના એક રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ પર મહિલા કર્મચારીઓ સહિત એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ નોકરી પર પાછા ફર્યા છે અને એરપોર્ટ પર ટ્રાફિક સામાન્ય થઈ રહ્યો છે.અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનોના કબજામાં છે. ત્યાંની વચગાળાની સરકાર હવે તેના એજન્ડાના આધારે શાસન કરી રહી છે. નવા શાસનમાં ’સદગુણોના પ્રચાર અને દુર્ગુણોને રોકવા’નું મંત્રાલય પણ છે. આ મંત્રાલયનું નામ સાંભળવામાં ભલે સારું લાગે, પરંતુ તેના આદેશો સદીઓ જૂની બર્બર સજાના અફઘાનિસ્તાનમાંથી ફરીથી ઉદયને પુષ્ટી આપે છે.

તાલિબાનો શરિયા કાયદાની આકરી આવૃત્તિ લાગુ કરવા માટે કુખ્યાત છે, તેમાં પુરુષ સાથી વિના મહાલોના ઘરની બહાર નોકરી કરવા પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે

તાલિબાનના એક અધિકારીએ અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક પોસ્ટને કહ્યું કે તેમનો મુખ્ય આશય ઈસ્લામની સેવા કરવાનો છે, જેના માટે એક સારા અને સદગુણ મંત્રાલયની જરૂર છે. અફઘાનિસ્તાનના કેન્દ્રીય ક્ષેત્ર માટે જવાબદાર હોવાનો દાવો કરનારા મોહમ્મદ યુસુફે જણાવ્યું કે તાલિબાન શાસન કાયદાઓનો ભંગ કરારા લોકોને ’ઈસ્લામી કાયદા’ હેઠળ સજા કરશે.

Other News : કોરોના : ચીનમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ વધતા શહેરમાં લોકડાઉન

Related posts

અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર, ૫ લાખથી વધુ ભારતીયોને થશે ફાયદો…

Charotar Sandesh

શું કોરોના વાયરસ વૈશ્ચિક મહામારી બની શકે? અનેક દેશો ફફડયા…

Charotar Sandesh

અમેરીકાના લોસ એન્જલસમાં વસતા વૈષ્ણવોએ ઉત્તરાયણ ઉત્સવ ઉજવ્યો…

Charotar Sandesh