Charotar Sandesh
વર્લ્ડ

વડાપ્રધાન મોદી ૨૪મીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનને મળશે

અમેરિકી રાષ્ટ્રપતિ

નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર ૨૪ સપ્ટેમ્બર શુક્રવારે જ બાઇડન પ્રધાનમંત્રી મોદી, સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે વ્હાઇટ હાઉસમાં પહેલીવાર વ્યકિતગત રૂપથી કવાડ નેતાઓના શિખર સંમેલનની મેજબાની કરશે.

ગત અઠવાડિયે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચારેય નેતા આ વર્ષે ૧૨ માર્ચના રોજ પોતાના પહેલા ડિજિટલ શિખર સંમેલન બાદ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ભાગીદાર હિતો સાથે જોડાયેલા ક્ષેત્રીઓ મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદીની અમેરિકા યાત્રા લગભગ છ મહિનામાં તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે જયારે કોવિડ-૧૯ મહામારીના પ્રકોપ બાદ તે બીજી વાર કોઇ દેશની પ્રથમ યાત્રા પર આવશે. આ પહેલાં માર્ચમાં મોદીએ બાંગ્લાદેશની યાત્રા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા માટે રવાના થઇ રહ્યા છે.

આ દરમિયાન તેઓ યુનોની મહાસભાના ૭૬માં સત્રમાં ભાગ લેવાની સાથોસાથ અન્ય દેશના નેતાઓને પણ મળશે. પીએમ મોદી ઉપરાંત આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે ૧૦૦ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ અમેરિકા આવી રહ્યા છે. પીએમ મોદી ૨૨મીએ વોશિંગ્ટન ડીસી પહોંચશે અને પછી તેઓ અમેરિકાના ટોચના સીઇઓને મળશે. એપ્પલના વડા ટીમ કુકને પણ તેઓ મળે તેવી શકયતા છે. અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કર્યા પછી મોદી ૨૩મીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. આ ઉપરાંત પીએમ એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને જાપાનના વડાપ્રધાનને પણ મળશે. પીએમ મોદી ૨૪મીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે પ્રથમ પ્રત્યક્ષ દ્વીપક્ષીય બેઠક યોજશે અને વોશિંગ્ટનમાં પ્રથમ ઇન-પર્સન કવાડ લીડર્સ સમીટમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ડીનરનું પણ આયોજન થયું છે.

પીએમ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ મળે તેવી શકયતા છે. વડાપ્રધાન ૨૪મીએ સાંજે ન્યૂયોર્ક માટે રવાના થશે. બીજા દિવસે તેઓ યુનોની મહાસભાને સંબોધન કરશે.

Other News : રસી છતાં ભારતીયોને ૧૦ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે

Related posts

ન્યૂજર્સીના બીએપીએસ મંદિરમાં એફબીઆઇના દરોડા પડતા હાહાકાર મચ્યો…

Charotar Sandesh

અમેરિકાએ ભારતના શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી…

Charotar Sandesh

અમેરિકાના કેલિફોર્નિયામાં માલિબુ હિન્દૂ ટેમ્પલના ઉપક્રમે નવા વર્ષના આગમનને વધાવાયું

Charotar Sandesh