મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સમાજના નિવૃત થયેલ કર્મચારીઓ તથા ધોરણ 10 અને 12 માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
સમાજનું ભવન બનાવવા સાંસદ ગ્રાંટમાંથી સહાય કરવાની ખાત્રી આપતાં કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
આણંદ : આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની વાર્ષિક સામાન્ય સભા શુભમ પાર્ટી પ્લોટ ચિખોદરા ખાતે યોજાઇ હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી પ્રારંભમાં સંઘના પ્રમુખશ્રી પરસોત્તમદાસ એમ પરમારે સૌને આવકારી ૧૯૮૮માં આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘ ની સ્થાપના કરવામાં આવી હતી જે આજે 33 વર્ષ થયા છે ત્યારે મોટુ વૃક્ષ બની ગયું છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી
અર્જુન સિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રિય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે સમાજના આશીર્વાદથી જ કેન્દ્રમાં મંત્રી બન્યો છું ત્યારે સમાજનું ભવન બનાવવું હશે તો મારી સંસદની ગ્રાન્ટમાંથી સમાજનું ભવન બનાવવા માટે સહાય કરવાની ખાત્રી આપી હતી. તેમણે વધુમાં સમાજનું ઋણ મારા પર છે ત્યારે સમાજનું ઋણ ચૂકવવાનો જયારે પણ અવસર પ્રાપ્ત થશે ત્યારે સમાજનું ઋણ અદા કરતા જરાય પણ નહીં અચકાવું તેમ ઉમેર્યું હતું.
તેમણે સમાજ માટે કંઈક આપી શકું તે માટે સમાજને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું સમાજ સાથે આવીને ઉભો રહીશ તેમ કહ્યું હતું. આ પ્રસંગે સમાજ દ્વારા કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનો જન્મદિન હોય કેક કાપી તેની ઉજવણી કરી લાંબુ અને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય ભોગવે અને સમાજ તથા દેશની સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર તાલુકા પંચાયત ઉમરેઠના પ્રમુખશ્રી રંજનબેન પરમાર તાલુકા પંચાયત નડિયાદના પૂર્વ પ્રમુખશ્રી ભારત સિંહ પરમાર ઉપરાંત આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘના ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી સમાજના આગેવાનો યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આંકલાવ તાલુકામાં ૯ કરોડ ૮૫ લાખના ખર્ચે થનાર રોડનું ભુમીપૂંજન કરતા ધારાસભ્ય અમીત ચાવડા