આણંદ : આણંદ જિલ્લામાં સાઈબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પેટલાદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સી.ડી.પટેલનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રોમાં મેસેજના માધ્યમથી તેમના નામે પૈસાની મદદ માંગતા હોવાના મેસેજથી ચકચાર જાગી હતી. જોકે, તેઓને આ અંગે જાણ થતાં જ તેઓ દ્વારા ખોટું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર ઈસમ સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.
પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે સી.ડી.પટેલના જણાવ્યા મુજબ, તેઓ ૨૦૧૧ થી સોશિયલ મીડિયામાં સક્રિય છે અને ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. આઈ.ડી. C D PATEL છે. તેઓ રાજકીય તેમજ સામાજીક રીતે નામના ધરાવતા હોઇ તેમના નામે નાણાંની માંગણી કરીને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનું કાવતરુ થઈ રહ્યુ છે. તેઓને હાલમાં જાણમાં આવ્યુ છે કે, તેમના જેવુ જ ફેસબુક આઈ.ડી. ઉભું કરીને તેમના નામથી ફેસબુક મેસેન્જર મારફતે અજાણ્યા ઈસમ દ્વારા હોસ્પિટલમાં મદદ માટે નાણાંની માંગણી કરવામાં આવી રહી છે.
Other News : શ્રી જલારામ બાપાની ૨૨૨મી જન્મજ્યંતિ નિમિત્તે વલ્લભવિદ્યાનગર ખાતે ભંડારો રાખી ઉજવણી