Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં મુખ્ય રસ્તા ઉપર ખુલ્લામાં મટન-મચ્છી અને આમલેટની લારી બંધ કરાવવા સુચના અપાઈ

વડોદરા મહાનગરપાલિકા

મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને અધિકારીઓને સુચના આપી : ૧૦ દિવસની મુદત આપી મટન, મચ્છી અને આમલેટના લારીધારકો સામે કાર્યવાહી કરશે

વડોદરા : મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેને અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે, જેમાં ૧૦ દિવસની મુદત આપી મટન, મચ્છી અને આમલેટના લારીધારકો સામે કાર્યવાહી કરાશે.

આ પહેલા રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન, મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે પછી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.

જેના પગલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને ૧૦ દિવસની મુદત આપીને મટન અને મચ્છી કે આમલેટની લારીધારકોને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સૂચના આપવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Other News : Vaccine : વડોદરામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૯૯.૦૪ ટકા પહોંચી

Related posts

યુપી-બિહાર-રાજસ્થાન તરફ જઇ રહેલા લોકોને પોલીસે રોક્યા : પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો…

Charotar Sandesh

વડોદરામાં બે અલગ અલગ દારૂની મહેફિલ માણતા ૨૫ નબીરાઓ ઝડપાયા…

Charotar Sandesh

વેક્સિન સેન્ટરોને તાળાં અને બીજી બાજુ વડોદરા સિટી પીઆઇની વેપારીઓને ચિમકી…

Charotar Sandesh