Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ : મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવા ચર્ચા થઈ

ગ્રામ પંચાયતો

આણંદ : ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ રાજકીય ચક્રવાત શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષોના આગેવાનોને ગ્રામ્ય સ્તરે જનસંપર્ક અને મિલન મુલાકાત વધારવાના આદેશો આપી દીધા છે.

ગ્રામ્ય સ્તરે યોજાતી પંચાયત ચૂંટણી પક્ષીય ચિન્હ વગર લડાતી હોય છે. જેથી કોઈપણ પક્ષના કાર્યકર તેના જ પક્ષના કાર્યકર વિરુદ્ધ ઉમેદવારી કરે તો પણ કોઈ જ પક્ષ સંગઠનાત્મક શિસ્ત ભંગ ના પગલાં લઈ શકતું નથી. જેથી સાહસિક કાર્યકરો પક્ષીય આગેવાનોના સૂચનો કે સમજાવટની અવગણના કરી ચૂંટણીમાં ઝંપલાવી જ દેતા હોય છે.

આણંદ જિલ્લાની ૧૯૨ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઇ રાજકીય ગતિવિધિ તેજ બની હતી

આણંદ જિલ્લા ભાજપની ગઈકાલે ગુરૂવારે યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગ્રામ પંચાયતો સમરસ થાય તો પોતાના માણસો સચવાય તે માટે નેતાઓ દ્વારા ગ્રામ પંચાયતોને સમરસ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આચાર સંહિતાના અમલના પગલે હાલમાં જિલ્લામાં કોઇ કાર્યક્રમો નથી. પરંતુ નેતાઓની ગામડાંઓમાં અવર જવર વધી ગઇ છે. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગ્રામ્ય રાજકારણની બાજી ગોઠવવા લાગી ગયા છે. આગામી વિધાનસભાને પગલે ભાજપ પક્ષ ગ્રામ પંચાયત ચૂંટણીની રણનીતિને લઈને અગ્રેસીવ કામ કરી રહ્યો છે. આણંદ જિલ્લા ભાજપની ગુરૂવારે યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે ભાજપના જ અનેક કાર્યકરો સરપંચની ચૂંટણીમાં દાવેદારી કરવા ઈચ્છુક હોઈ પાર્ટીના આગેવાનો માટે મુશ્કેલી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે.

Other News : આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર અપાયું

Related posts

જાહેરનામું : આણંદ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા…

Charotar Sandesh

આણંદના હાડગુડમાં વધુ બે કેસો સામે આવ્યા : જિલ્લામાં કુલ પોઝીટીવ કેસો ૪ થયા…

Charotar Sandesh

ખેડા જીલ્લામાં માસ્ક ફરજીયાત થતા વડતાલ સંસ્થા દ્વારા ૬૫ હજાર માસ્કનું વિતરણ…

Charotar Sandesh