ન્યુદિલ્હી : હાલમાં કાનપુર માં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમ્યાનના બ્રેક દરમ્યાન એક શોમાં ઇરફાન પઠાણે આ વાત કહી હતી.
આરસીબીના સંભવિતોને લઇને વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, આરસીબીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રિટેન કરવો જોઇએ. જે પાછળની સિઝનમાં તેમનો ટો સ્કોરર હતો. સાથે જ એ પણ કહ્યુ હતુ કે, તે ટીમનો કેપ્ટન નહીં બનવો જોઇએ.
આગળ વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે હરાજીમાંથી જ કોઈ એવી વ્યક્તિ હશે જે આરસીબીની કેપ્ટનશીપ મેળવી શકે કારણ કે મારા મગજમાં જે પણ ચાર ખેલાડીઓ છે, વિરાટ દેખીતી રીતે કેપ્ટન બનશે નહીં કારણ કે તેણે જાહેરાત કરી છે. ગ્લેન મેક્સવેલ છે પરંતુ તમે તેને કેપ્ટનશિપ આપવા માંગતા નથી. કારણ કે તે પોતાની સ્ટાઇલનો એક ફ્રી ક્રિકેટર છે અને તેને આ પ્રકારની જવાબદારી આપવા નથી માંગતા. તમે ઇચ્છો છો કે તે મુક્તપણે રમે.
પઠાણનુ માનવુ છે કે, આરસીબીએ બોલીંગ વિભાગ માટે યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજને રિટેન કરવા -જોઇએ, તે ત્રીજો ખેલાડી હોવો જોઇએ , જેને ટીમ રિટેન કરી શકે છે. ચોથા પ્લેયરના રુપમાં તેણે સિરાજની સાથે જવાનુ કહ્યુ હતુ. સાથે જ કહ્યુ તેમને કેપ્ટન મળી શકે છે પરંતુ આ માટે તેઓએ હરાજીમાં જવુ પડશે. તેમણે આ હિસ્સા માટે આકરી મહેનત કરવાની જરુર છે IPL ૨૦૨૨ ના મેગા ઓક્શન ને લઇને હાલમાં તમામ આઠેય ટીમોમાં કશ્મકશ ચાલી રહી છે.
મંગળવારે રિટેન ખેલાડીઓની યાદી BCCIને સોંપવાનો અંતિમ દિવસ છે
આ પહેલા ખેલાડીઓને જાળવવા અને મુક્ત કરવાને લઇ માથાકૂટો સ્વાભાવિક મેનેજમેન્ટને વર્તાઇ રહી છે. આ દરમિયાન સૌની નજર વિરાટ કોહલીની ટીમ RCB પર છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન પદ માટે એ ત્રણ ખેલાડીઓમાંથી પસંદ કરવાની સંભાવના નકારી છે.
Other News : ISIS તરફથી ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત ઈમેઈલ દ્વારા ધમકી મળી