અમદવાદ : ગુજરાતમાં NSUIના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીથી NSUI ના અનેક આગેવાનો અને કાર્યકરો નારાજ છે. કેટલાક કાર્યકરોનો એવો આક્ષેપ છે કે મહિપાલસિંહ વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં નથી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને કોઈ કાર્યક્રમમાં જોડાતા નથી.
કોંગ્રેસમાં જે પ્રકારે જૂથવાદ ચાલી રહ્યો છે તે જ પ્રમાણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માં પણ જૂથવાદ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલના નજીકના ગણાતા નિખીલ સવાણીને NSUI માં ઉચ્ચ હોદ્દો આપવામાં આવ્યો હતો. જેનાથી જુના કાર્યકરો નારાજ હતાં. નિખીલ સવાણી સાથે અન્ય કાર્યકરો પણ સક્રિય હતાં.
જેથી હાર્દિક પટેલના સમર્થકોનું એક જૂથ અને જુના કાર્યકરોનું એક જૂથ એમ બે જૂથ પડી ગયા હતાં. ત્યાર બાદ નીખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડીને આપમાં જોડાયો હતો. પરંતુ હાર્દિકના સમર્થકો હજુ NSUI માં છે. NSUI ના જુના કાર્યકરો અને હાર્દિકના સમર્થકો એમ ૨ જૂથ અત્યારે NSUI માં ચાલી રહ્યા છે.
NSUI ના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા ત્યારે બેનારમાંથી પણ અત્યારના પ્રદેશ પ્રમુખનું નામ ગાયબ હતું.અત્યારે પણ ૨ જૂથ છે જેમના કાર્યક્રમ અલગ અલગ ચાલી રહ્યા છે.તમામ કાર્યકરો અને આગેવાનો હવે નવા પ્રમુખની જ રાહ જોઈ રહ્યા છે.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ નિમાતા હવે NSUI માં નવા પ્રમુખ નીમવામાં આવે તેવી આશા છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસને છ મહિના કરતાં વધુ સમય બાદ આખરે નવા પ્રમુખ મળી ગયાં છે. પરંતુ હજી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના નવા પ્રમુખ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. NSUI માં ઘણા સમયથી પ્રમુખ પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. NSUI માં બે અલગ અલગ જૂથ પડ્યાં છે. કેટલાક આગેવાનોએ તો પોતાને જ NSUI ના પ્રદેશ પ્રમુખ સમજીને કામ કરવાનું શરૂ કરી દીધું છે.
Other News : જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ આવનારના ઘરમાં કોચિંગ ક્લાસિસ ચાલતા હતા : તંત્રની ઉંઘ ઉડી