નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદના કંસારા બજારમાં દુધનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ યાદવની ૨૨ વર્ષીય દિકરી ભૂમિએ અત્યાર સુધી હજ્જારો ફૂટ ઉંચા ૬ પર્વત ખૂંદી વળી છે.
કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સ એન્ડ એડવેન્ટર કંપનીમાંથી માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો હતો. કોર્સ દરમિયાન તેણીનું પરફોર્મન્સ જોતા ઉત્તરાખંડ, હિમાચલની પર્વતા રોહણ અભિયાનમાં તેનું સિલેક્શન થયું હતું. જેમાં સફળતા મળ્યા બાદ તેનું આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલ કિલીમાન્જારો પર્વત પર ચઢાણ માટે સિલેક્શન થયું હતુ.
ગત તા.૨૪ નવેમ્બરના રોજ તેણી અને તેના બે સાથીદારોએ ચઢાણ શરૂ કર્યું હતું. સુસવાટા ભર્યા પવન, માઇનસ ૧૫ ડિગ્રીનું વાતાવરણ વચ્ચે ૫ દિવસમાં તેમની ટીમે ૧૯,૩૪૧ ફુટનું ચઢાણ પુરૂ કર્યું હતું. સૌથી ઊંચા શિખર પર પહોંચ્યા બાદ તેણી એ ભારત દેશનો ઝંડો ફરકાવી વિદેશી પર્વત પર ભારત દેશનું નામ રોશન કર્યું હતું.
નડિયાદના કંસારા બજારમાં રહેતી ભૂમિ યાદવે ૨૨ વર્ષની ઉંમરે આફ્રિકાના તાન્ઝાનિયા ખાતે આવેલ ૧૯,૩૪૧ ફૂટ ઉંચા કિલીમાન્જારો પર્વતના શિખર સુધી ચઢાઇ કરી નડિયાદ અને દેશનું નામ રોશન કર્યું છે
આઇ.ટી.નો અભ્યાસ કરનાર ભૂમિને પર્વતારોહણનો શોખ હોય તેણે માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો હતો, જેણે તેનું જીવન બદલી નાખ્યું. આ અગાઉ તેણી દેશમાં ૫ જુદા જુદા પર્વતો ખૂંદી આવી છે. પર્વતારોહક ની સાથે સાથે ભૂમિ એક સારી સ્પોર્ટ્સમેન પણ છે, તેણી વિધાનગર સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ યુનિ. તરફથી કબ્બડીમાં પણ ભાગ લઇ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરી છે.
Other News : આણંદ : SP યુનિવર્સિટીનો ૬૪ મો પદવીદાન સમારંભ ગ્રામપંચાયતની ચૂંટણીના લીધે મોકૂફ રાખ્યો