આણંદ : આણંદના ૧૭ ખેલાડીઓએ હૈદરાબાદ ખાતે યોજાયેલ એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૧માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આવા પર્ફોર્મન્સ ના કારણે તેઓ તેઓએ ચાર ગોલ્ડ પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝમેડલ મેળવીને આણંદનું તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
૪ ને ગોલ્ડ, ૫ ને સિલ્વર અને ૩ ને બ્રોન્ઝ મેડલ એનાયત થયા
ગુજરાતમાંથી આ સ્પર્ધામાં ૨૫ ખેલાડીઓએ એશિયન ચેમ્પિયનશીપ માં ભાગ લીધો હતો જેમાં આણંદના ૧૭ ખેલાડીઓનો સમાવેશ થાય છે
આણંદમાંથી એશિયન ચેમ્પિયનશીપમાં ૧૭ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા જેમાં ગ્રંથ પટેલ, ચિત્રા ગોહેલ, વ્યોમ પટેલ, માનસી મકવાણા એ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
એ સિવાય રેહાન મુલતાની, ધ્રુવિક સિરજા, કોમલ માછી, જ્યોત બારોટ અને નેન્સી પટેલે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. તથા શ્રેયસ ગોહિલ, શ્રીજીલ જયાશંકર, ગુંજેશ માછી એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. અન્ય ખેલાડીઓમાં આશિષ કાકડ, જ્યોતી મારવાડી, સાન્વય પંચાલ, ધરતી પટેલ અને અફઝલબેગ મીર્ઝા એ ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું.
Other News : અમેરિકામાં ચરોતરના યુવાનની લુંટના ઈરાદે કરપીણ હત્યા : પુત્રીએ જન્મદિને જ છત્રછાયા ગુમાવી