Charotar Sandesh
ઈન્ડિયા

દેશના પહેલા CDS બિપીન રાવત અને તેમના પત્નીના નિધનની ઈન્ડિયન એરફોર્સે પુષ્ટી કરી

CDS બિપીન રાવત

ન્યુ દિલ્હી : તમિલનાડુના કન્નૂરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત, તેના પત્ની મધુલિકા સહિત ૧૪ અધિકારીઓ સવાર હતા.

આ દુર્ઘટનામાં કુલ ૧૩ લોકોના મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે.

ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે

ઈન્ડિયન એરફોર્સે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.

Other News : ઓમિક્રોન આ રીતે વધ્યો તો દેશમાં ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધીમાં આવી શકે : આઈઆઈટીના વૈજ્ઞાનિક

Related posts

મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શિવસેના મંત્રી અબ્દુલ સત્તારનું રાજીનામું…

Charotar Sandesh

ચંદ્રયાન-૨ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ વધ્યું… ૬ દિવસ પછી ચંદ્રની ઓર્બિટમાં પહોંચશે…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની હલચલ તેજ કરી : ફડણવીસનો શપથગ્રહણનો દાવો…

Charotar Sandesh