Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીને લઈ પોલિસ સ્ટેશનમાં ૫૦ ટકા હથિયારો કબજે લેવાયા

ગ્રામ પંચાયત

આણંદ : રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં આણંદ જિલ્લામાં ૨૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણી તા. ૧૯/૧૨/૨૦૨૧૧ના રોજ યોજાનાર છે. જેની તા. ૨૨/૧૧/૨૦૨૧થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે. જેની મતગણતરી તા. ૨૧/૧૨/૨૦૨૧ના રોજ થશે.

સમગ્ર આણંદ જિલ્લામાંથી હથિયારનો પરવાનો ધરાવતા લોકો પાસેથી હથિયાર કબજે લેવાનું જાહેરનામું તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત આણંદ જિલ્લામાંથી કુલ લાયસન્સ પૈકી ૫૦ ટકા હથિયારો વિવિધ પોલીસ સ્ટેશનમાંથી કબજે લેવાયા છે.

આ અંગે ફોજદારી શાખાના અધિકારી ચૈતન્ય સંઘાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સંબંધિત આદેશ કરવામાં આવ્યો છે જેમાં આણંદ જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં રહેતા અથવા આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાનાધારકોને આ લાગુ પડશે. સંબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારોને તેમનું હથિયાર ૨૫મી ડિસેમ્બર પછી પરત કરવાનું રહેશે.

જોકે, આ આદેશમાંથી, બેંક, અર્ધ સરકારી, સરકારી સંસ્થાઓ, રાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પોર્ટસ પર્સન, સિક્યોરીટી એજન્સી સહિતનાઓને છૂટછાટ આપવામાં આવી છે.

Other News : આણંદ જિલ્લામાં હથિયારનો પરવાનો ધરાવતા હોય તેઓને તેમના હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા સુચના

Related posts

આણંદ : ડી માર્ટ મોલમાં લોભામણી સ્કીમ-જાહેરાત પાછળ છેતરામણીના ખેલ…

Charotar Sandesh

નોવેલ કોરોના વાયરસ-૨૦૧૯ અંતર્ગત વર્કશોપ કોન્ફરન્સ, સેમીનાર મોકુફ રાખવા અપીલ…

Charotar Sandesh

દેશનો સર્વપ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક બાલાસિનોર ખાતે કાર્યરત થશે : જાણો, શું છે વિશેષતાઓ…

Charotar Sandesh