Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

અસિત વોરાના રાજીનામાની માંગ કરનાર આપ પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે મારામારી

સુરતમાં આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ

સુરત : સુરતમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને મળીને આવેદનપત્ર પણ આપતા પહેલા જ અંદરના ગેટ ખાતેથી તેમને ડિટેઈન કરી લેવાયા હતા. પેપર લીકમાં અસિત વોરા સહિતના દોષિતો સામે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા સહિતના અલગ-અલગ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમના અંદર જવા દેવામાં આવ્યા. ભાજપ પાર્ટી ચોર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત સુત્રોચ્ચાર કર્યા

આવેદન આપવા પૂર્વે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થતાં તેઓ સતત પોલીસની સામે આક્ષેપ કરતાં કહ્યું, કે અમે આતંકવાદી નથી. અમને આવેદન આપવા માટે અંદર જવા દો પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા.
ઉમરા પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયો હતો.હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજાઓ પહોંચી હતી. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે, આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરશે. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જિલ્લા સેવા સદન ખાતેથી ધરપકડ થવાને કારણે તેઓ ચોક ગાંધી પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા ન હતા.

Other News : રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય, વાલીઓ પાસેથી પુનઃ સંમતિપત્ર મેળવાશે : શિક્ષણમંત્રી વાઘાણી

Related posts

૫૨ ગજની ધજા લઇ અંબાજી જવા પગપાળા સંઘનો પ્રારંભ…

Charotar Sandesh

ભરતસિંહ સોલંકીને અમદાવાદના સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા : તબિયત સુધારા પર હોવાનું જણાયું…

Charotar Sandesh

બ્રેકિંગ : રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મહત્ત્વની જાહેરાત : શિક્ષકોની સમસ્યાનો આવ્યો ઉકેલ

Charotar Sandesh