Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈ પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધાર્યું

થર્ટી ફર્સ્ટની પાર્ટી

સુરત : રાજ્યમાં કોરોનાના કારણે કેટલાક કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. થર્ટી ફર્સ્‌ટની પાર્ટીને પણ ટાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને ૫૦૦ જેટલા ટ્રાફિક જવાનોને ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રોડ પર તૈનાત રાખવામાં આવશે

ખાસ ટીમ દ્વારા પણ ચેકીંગ કરાશે. તો બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન હંકારતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત થર્ટી ફર્સ્‌ટની પાર્ટીના આયોજકોને પણ સુરક્ષાને લઈને સૂચના આપવામ આવી છે. જેમા ફાયર સેફ્ટી અને સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાન આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં ૩૧ ડિસેમબર નાઈટ સેલિબ્રેશન પહેલા કોરોના કાળની સ્થિતીમાં અવ્યવસ્થાને ટાળવા માટે પોલીસે તમામ તૈયારી કરી લીધી છે. પોલીસ રી-એક્શન મોડમાં આવી ગઇ છે. વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે. નવા વર્ષની શરૂઆત પહેલા સુરત પોલીસે પોતાનો એકશન પ્લાન તૈયાર કરી નાખ્યો છે.

સુરતીઓને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે તેની રણનિતી તૈયાર કરી છે. એટલું જ નહીં પણ દરેક પાર્ટી પર બાજ નજર રાખવામાં આવશે.

Other News : કોરોના અને ઓમિક્રોનના ભય વચ્ચે અમદાવાદમાં પતંગોત્સવની રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ !

Related posts

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરાઈ…

Charotar Sandesh

રાજ્યમાં સરેરાશ ૪૨% વરસાદ નોંધાયો, પાંચ દિવસ ભારે વરસાદની વકી…

Charotar Sandesh

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૪૧૧ હિટ એન્ડ રનના બનાવો બન્યા…

Charotar Sandesh