અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ પુનઃ પીકઅપ પકડી છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪૮ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬૫ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ૧૪ જૂને ૪૦૫ નવા કેસ નોંધાયા હતાં.
આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૨૬૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૩૧ હજાર ૪૬૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૧૬ છે. કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ ૨૬૫ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં ૭૨, વડોદરા શહેરમાં ૩૪, આણંદમાં ૨૩, ખેડા ૨૧, રાજકોટ શહેર ૨૦, અમદાવાદ ગ્રામ્ય ૧૩, કચ્છ ૧૩, વલસાડ ૯, સુરત ગ્રામ્ય ૮, મોરબી ૭, નવસારી ૭, રાજકોટ ગ્રામ્ય ૭, ભરૂચ ૬, ગાંધીનગર ૬, ભાવનગર શહેર ૫, વડોદરા ગ્રામ્ય ૫, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ૩-૩, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, જામનગર ગ્રામ્યમાં બે-બે, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, નર્મદા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે.
આજે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે. જેમા અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૯૭ ઓમિક્રોનના કેસ નોંધાયા છે
ત્યાર સુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૪૮૭ ની દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૯૦૨ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૧૮૯૧ દર્દીની હાલત સ્થિર છે.
Other News : રાજ્યમાં સ્કુલોમાં કેમ્પ કરી ૨૬ લાખ તરુણોને રસી અપાશે