Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૧૫થી ૧૮ વર્ષના ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે

કિશોરીઓને રસી

આગામી તા.૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તેમજ સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશનના દર્દીઓને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ અપાશે

આણંદ :  આજે તા. ૩જી જાન્યુઆરી, ર૦રરથી આણંદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૧,૦૮,૮પ૮ કિશોર-કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારશ્રીની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી
ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું  છે.

જિલ્લાના ૧પ થી ૧૮ વર્ષના કિશોરોને રસીકરણ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહીવટી-આરોગ્ય  તંત્રની અપીલ

આ અંગેની વિગતો આપતાં ડૉ. છારીએ  જણાવ્યું  કે,  જિલ્લામાં આગામી તા.૧૦ જાન્યુઆરી-૨૦૨૨ પછી ૧૩,૫૨૮ હેલ્થ વર્કરો અને ૧૫,૭૫૨ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને પ્રીકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા  એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. 

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આજે તા. ૩ જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ  જિલ્લામાં ૨૭૭ સબ સેન્ટર, ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ હોવાનું  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.

કોરોના સામે અસરકારક આ વેક્શિન ફાયદાકારક હોઇ તા.૦૩/૦૧/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૨ સુધી ૧૫ થી ૧૮ વર્ષની વયજુથના કિશોર-કિશોરીઓ અને તા.૧૦/૦૧/૨૦૨૨ પછી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ, ૬૦ વર્ષથી વધારે વયના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને આ રસીનો લાભ લઈને રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવા આણંદ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી છે.

Other News : આણંદ જિલ્લામાં તા. ૭મી સુધી લાગુ કરાયેલ નિયંંત્રણો અને સુચનોનું પાલન કરવા અનુરોધ કરાયો

Related posts

આજે ખંભાતમાં વધુ બે કેસો : એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત…

Charotar Sandesh

બીકાનેર-દાદર ટ્રેનમાં મુસાફરની એક લાખની મત્તા ભરેલ બેગ ચોરાતાં આણંદ રેલવે મથકે ફરિયાદ નોંધાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં એક કેસ નોધાયો : હાલ બે દર્દીઓ સારવાર હેઠળ : કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯…

Charotar Sandesh