Charotar Sandesh
ગુજરાત

ઓફલાઈન શિક્ષણ બંધના કરવું પડે શાળા દ્વારા કોરોના સંક્રમિત વિદ્યાર્થીની માહિતી ડીઈઓને અપાતી નથી !

શાળા દ્વારા કોરોના

અમદાવાદ : રાજ્યમાં ડિસેમ્બર ૧થી લઈને અત્યાર સુધીમાં ચિંતાજનક રીતે સંક્રમણ સ્કૂલોમાં ફેલાતા ૧૧૦૦ જટેલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી અડધો અડધ એટલે કે ૫૩૨ કેસ તો માત્ર એકલા સુરત શહેરમાં જ આવ્યાં છે. અત્યાર સુધીમાં ધરખમ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે.

તે ગંભીર બાબતની વચ્ચે પણ રાહત એક જ છે કે, એક પણ વિદ્યાર્થીની દાખલ ક્રિટિકલ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે.

અગાઉ આટલા કેસમાં લોકડાઉનની સ્થિતિ હતી, પરંતુ હાલમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ છે

રાજ્યમાં ૧૧૦૦ વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદમાં તેનો આંકડો માત્ર ૫૦ વિદ્યાર્થીઓનો છે. શહેરમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ ના કરવું પડે તે માટે સંક્રમિત થનારા વિદ્યાર્થીઓની માહિતી શિક્ષણાધિકારીને આપવામાં આવતી નથી. રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદની સ્કૂલોમાં છે. શહેરની સ્કૂલોમાં અત્યાર સુધીમાં માત્ર ૫૦ વિદ્યાર્થીઓ જ પોઝિટિવ આવ્યાં છે. જ્યારથી ધોરણ ૧ થી ૯ ની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી ત્યારથી એક પણ કેસની જાણ DEO ને કરાઈ નથી.

નિયમ મુજબ સ્કૂલમાં ૧ કેસ પણ આવે તો તે સ્કૂલ બંધ કરવામાં આવે છે જેના કારણે સંચાલકો સ્કૂલ બંધ ના કરવી પડે તે માટે કેસ આવે તો પણ DEO ને જાણ કરતા નથી.અગાઉ જ્યારે અમદાવાદમાં ૫૦૦ની આસપાસ કોરોનાના કેસ આવ્યા હતા ત્યારે સ્કૂલોમાં ૫-૬ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હતા પરંતુ હવે જ્યારે અમદાવાદમાં ૨૦૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે.

ઉપરાંત કેટલાક વાલીઓએ પણ પોતાનું બાળક પોઝિટિવ આવે તો સ્કૂલોને જાણ કરી નથી. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. પરંતુ અમદાવાદની સ્કૂલોમાં કેસ આવતા નથી જે આશ્ચર્યજનક છે. ખરેખર સ્કૂલોમાં કેસ છે પરંતુ સ્કૂલો બંધ ના થાય તે ડરથી સ્કૂલો દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતી નથી. સ્કૂલોની આ ભૂલ વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે.

Other News : મોંઘવારીની અસરે પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો

Related posts

તહેવારો બાદ વધતા જતાં કેસોની સામે સરકાર રાત્રિ કર્ફ્યુંનો સમય વધારવા મિટીંગ યોજાઈ

Charotar Sandesh

એફિડેવિટ માટે હવે રૂ.૨૦ના બદલે રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર વાપરવા પડશે…

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ…

Charotar Sandesh