Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ખેડુતો રીંગણ અને ભટ્ટા રીંગણની ખેતી તરફ વળ્યા

આણંદ-ખેડા જિલ્લામાં

આણંદ : ચરોતરમાં આણંદ-નડીઆદના હોલસેલના શાકમાર્કેટમાં અગાઉ દૈનિક ચાર ટન માલ આવતો હતો. તેની સામે ચાલુ વર્ષે માંડ દોઢ ટન માલ આવી રહ્યો છે.

તેના કારણે રીંગણના ભાવ ઐતિહાસિક સપાટી વટાવીને ૬૦૦ રૂપિયે મણ સાદા રીંગણ વેચાઈ રહ્યાં છે. ભડારીંગણ રૂપિયા ૪૫૦ના ભાવે હોલસેલ માર્કેટમાં વેચાઇ રહ્યાં છે. આમ, ઘણા વર્ષો બાદ રીંગણના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

હાલમાં એક વીઘુ આ વર્ષે દોઢ લાખની આવક આપશે તેમ રીંગણની ખેતી કરનારા ખેડૂતોએ જણાવ્યું હતું. જે દરવર્ષે માંડ ૫૦ હજારની આવક આપતું હતું. છેલ્લા એક દાયકામાં કયારેય પણ રીંગણના હોલસેલ ભાવમાં રૂપિયા ૧૫થી વધુના ભાવે વેચાયા નથી. લગ્નની સિઝનમાં ભાવ સામાન્ય રીતે ઊંચા મળતા હતા. એ સિવાય રીંગણનો ભાવ ક્યારેય સારો મળ્યો નથી.

જેના કારણે ખેડૂતોને ખેતી ખર્ચ પણ માંડ માંડ નીકળતો હતો. જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોએ રીંગણની ખેતી ઓછી કરી છે. તેમજ માવઠાના પગલે અન્ય જિલ્લામાં રીંગણના પાકને નુકશાન થતાં આવક ઘટી છે. તેના કારણે કયારેય જોવા મળ્યા ન હોય તેવા ઐતિહાસિક ભાવ રૂપિયા ૪૫૦ થી ૬૦૦ રૂપિયે મણ મળી રહ્યા છે.

છેલ્લાં ૫ વર્ષથી ૨ વીઘા જમીનમાં ભડા રીંગણની ખેતી કરૂં છું. વીઘે ૮થી૧૦ હજારનો ખર્ચ થાય છે. સીઝનમાં તેની સામે રૂપિયા ૩૦ હજારની આવક વીધે થતી હતી. પરંતુ ગત વર્ષે માર પડયો હતો. જેથી માંડ વીઘે ચાર માસમાં ૧૦ હજાર રૂપિયા જોવા મળ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે ભાવ વધુ હોવાથી વીઘે ૮૦ હજારથી લાખની આવક થાય તેવી સંભાવના છે.

દર વર્ષે ૫ ટન માલ દૈનિક આવતો હતો. તેની સામે ચાલુવર્ષે માંડ દોઢ ટન માલ આવ્યો છે. તેવી જ રીતે ભડા રીંગણનો પણ ઉતારો ઓછો છે. તેના કારણે ભાવ ઉંચકાયા છે. હાલમાં લીલા શાકભાજીની માંગ વધુ રહે છે. સુરતી ઉધીયુ અને લગ્નસિઝનમાં પણ રીંગણની માંગ વધુ હોય છે. તેના કારણે ચાલુ વર્ષે ૧૨૦ કિલોએ રીંગણ વેચાઇ રહ્યાં છે.

Other News : ખેડા-આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધશે તો ઉત્તરાયણમાં લોકોની બેદરકારી જવાબદાર રહેશે

Related posts

તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨મો પાટોત્સવ ઉજવાયો

Charotar Sandesh

વડતાલધામમાં ૨૧૯મો મંત્ર પ્રાગટ્ય ઊત્સવ ઊજવાયો…

Charotar Sandesh

ગુનેગારોને પકડવામાં મદદરૂપ થનાર સ્નિફર ડોગ માટે આણંદમાં ઓલ્ડ એજ હોમ ખુલ્લું મુકાયું

Charotar Sandesh