આણંદ : જિલ્લામાં કોરોનાના કેસો દિન-પ્રતીદીન વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ સેન્ટર પર એક કોલ કરવાથી આરોગ્ય વિભાગ સીધું ઘરે પહોંચશે અને ઘરે બેઠાં જ તપાસ, ત્વરીત નિદાન તથા જરૂર પડે સઘન સારવાર આપશે.
જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ, રસીકરણ સહિતની પણ માહિતી પુરી પાડવામાં આવશે. કોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ૧૪ વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત આણંદના જિલ્લા પંચાયત ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ૬૩૭ ટીમ જોડાઇ છે. આ ટીમમાં ફિમેઇલ, મેલ હેલ્થ વર્કર, આશા વર્કર સહિતની ટીમ બનાવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ આ બાબને જણાવ્યું હતું કે, કોરોનામાં નાગરિકોને ઘરે બેઠાં તેનું માર્ગદર્શન મળી રહેવાની સાથે કોરોના શંકાસ્પદ દર્દીઓની ઘરે બેઠા તપાસ, ત્વરિત નિદાન તથા સઘન સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીની સારવાર, માર્ગદર્શન અને ફોલોઅપ, હોમ આઇસોલેશન દરમિયાન દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી થાય તો તે માટેની માહિતી સહ જાણકારી, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને એકાંકી જીવન વ્યતિત કરતાં હોય તેવા વૃદ્ધોનું ઘેર બેઠાં કોવિડ-૧૯ વેક્સિનેશન સહિત જિલ્લાની તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કોવિડ-૧૯ના બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર વોર્ડ સહિતની જાણકારી આપવામાં આવશે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને કાબુમાં લેવા ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે
આ સર્વેની કામગીરી દરમિયાન પ્રશ્નોત્તરી, કુટુંબની વિગત, તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો છે કે કેમ ? તેઓને રસીના કેટલા ડોઝ લીધા છે કે તેની તપાસ કરી જરૂરી ફોર્મ ભરાવવામાં આવે છે.
Other News : આણંદ જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદમાં આ સ્થળે કરવામાં આવશે, જાણો