Charotar Sandesh
ગુજરાત

ત્રીજી લહેર ઢીલી પડ્યાના સંકેત ? રાજ્યમાં કોરોનાના નવા ૧૩૮૦૫ કેસ સામે ૧૩૪૬૯ દર્દીઓ સાજા થયા

રાજ્યમાં કોરોના

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે, પરંતુ તેની અસર ઢીલી પડ્યાના સંકેત પણ જોવા મળી રહ્યા છે. સોમવારે કોરોનાના નવા ૧૩૮૦૫ કેસ સામે ૧૩૪૬૯ દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૩૮૦૫ કેસ નોંધાયા છે અને ૨૫ દર્દીનું મૃત્યુ થયા છે, જ્યારે ૧૩૪૬૯ દર્દીઓ સાજા થયા છે

રાજ્યમાં કુલ ૨૮૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે ૧૩૪૮૬૪ દર્દીઓ સ્ટેબલ છે રાજયનો કુલ મૃત્યુઆંક ૧૦૨૭૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૧૦૭૬૩૬૦ પર પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૪૪૧, વડોદરા ૩૨૫૫, સુરત ૧૩૭૪, રાજકોટ ૧૧૪૯, ગાંધીનગર ૪૭૩, ભાવનગર ૩૨૨, કચ્છ ૨૮૨, મોરબી ૨૬૭, પાટણ ૨૪૨, મહેસાણા ૨૩૧, ભરૂચ ૧૯૦, જામનગર ૧૮૩, નવસારી ૧૬૦, બનાસકાંઠા ૧૫૬, આણંદ ૧૫૦, વલસાડ ૧૪૧, સુરેન્દ્રનગર ૧૧૩, અમરેલી ૧૦૯, ખેડા ૮૯, જુનાગઢ ૮૫, પંચમહાલ ૭૬, નર્મદા ૫૭, પોરબંદર ૫૨, સાબરકાંઠા ૪૫, ગીર સોમનાથ ૪૩, દાહોદ ૩૯, તાપી ૧૯, છોટા ઉદેપુર-મહિસાગર ૧૭, અરવલ્લી ૧૪, દેવભૂમિ દ્વારકા ૭, બોટાદ ૬, ડાંગમાં ૧ કેસ નોંધાયો છે.

Other News : ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું વેચાણ આ શહેરમાં નોંધાયું

Related posts

કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ : સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા મામલે અમિત ચાવડાનું નિવેદન

Charotar Sandesh

પેટાચૂંટણી : ભાજપે કોંગ્રેસમાંથી આવનાર પાંચ ધારાસભ્યોને જ ટિકિટ આપી…

Charotar Sandesh

સુરતમાં ૫૦૦ કરોડથી વધુના કામોનું મુખ્યમંત્રી રૂપાણીએ લોકાર્પણ કર્યું…

Charotar Sandesh