Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ ૧૨૫ સીટ જીતશે : કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર

કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર

અમદાવાદ : રાજ્યમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ સીટ જીતશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી

આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે સુરતથી શરૂઆત કરી છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી. તેમજ ૧૮ બેઠકો એવી હતી જે અમે માત્ર ૩૦૦૦ થી પણ ઓછા વોટના માર્જિનથી હાર્યા હતા. તેથી હાલ અમે આ બધી બેઠકો પર અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. ૧૬ થી ૧૭ બેઠકો એવી છે ૩૦૦૦ થી ૭૦૦૦ મત સાથે અમે ઇલેક્શન જીત્યા છે. તેમજ અને એવી ૫૦ બેઠકો પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે.

જે અમે છેલ્લા ૩૫ થી ૪૦ વર્ષથી જીત્યા નથી. તેની પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા જાતિગત અને સામાજિક સમીકરણ સાથે આ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા અને કેટલા વહેલા ઉમેદવાર જાહેર કરી શકાય તેની પર પક કામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર નેતા નરેશ પટેલ અને અલ્પેશ કથીરીયાની એન્ટ્રી ચાલતી અટકળો અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છે અને ચાલતી રહેશે. કોઇ જોડાય તો અમારી તાકતમાં વધારો થશે પરંતુ ના જોડાય તો પણ કોંગ્રેસ પક્ષ તેના બળ સંગઠન શકિત પર આગવી રણનીતિ સાથે વધુમાં વધુ બેઠક જીતવા માટે સક્ષમ છે. તેમજ કોઇ પણ વ્યક્તિ પક્ષમાં જોડાશે તો ચોક્કસ પણે તેમનું સ્વાગત કરવામાં આવશે.

Other News : કોરોના કેસો ઘટતાં હવે ૧ ફેબ્રુઆરીથી સ્કુલ-કોલેજો શરૂ કરવા કવાયત ધરી શકે છે રાજ્ય સરકાર

Related posts

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Charotar Sandesh

સુરત મનપા દ્વારા ૧૭માં ફ્લાવર શોનો પ્રારંભ, કેબલ સ્ટ્રેઈડ બ્રિજનું ખાસ આકર્ષણ…

Charotar Sandesh

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ…

Charotar Sandesh