Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વલ્લભ વિદ્યાનગરમાં આજે SP યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી : ૧૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ યોજાશે

સરદાર પટેલ યુનિવર્સિટી

આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ અને ડોનેશનના સેનેટ સભ્યોની ચુંટણીપ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં આજે સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજયુએટની ચાર ફેકલ્ટીની એક-એક બેઠક માટેની ચૂંટણી યોજાનાર છે. જેમાં ૪ ફેકલ્ટીની ૪ બેઠકો માટે ૧૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

સરદાર પટેલ યુનિવર્સિટીની સેનેટ બેઠક ઉત્તેજનાપૂર્ણ બની રહેશે

સેનેટ સભ્યપદને લઇને ઉમેદવારો વચ્ચે આરપારનો જંગ

સરદાર પટેલ યુનિવર્સિટીના વર્તમાન સેનેટ સભ્યોનો કાર્યકાળ ર૧ ફેબ્રુ.ર૦રરના રોજ પૂર્ણ થનાર છે. આથી સેનેટની રજીસ્ટર્ડ ગ્રેજયુએટની ચૂંટણી પ ફેબ્રુ.ર૦રરના રોજ યોજાનાર હોવાથી યુનિ. દ્વારા મતદાન સહિતની પ્રક્રિયા માટેની આજે આખરી તૈયારીઓ પૂરી કરવા કવાયત હાથ ધરી હતી.

આજે પ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે સ.પ.યુનિ.ના ૪ બિલ્ડીંગમાં મતદાન માટે બે બ્લોક ફાળવાયા છે. સવારે ૯થી બપોરના ૩ કલાક સુધી મતદાન યોજાશે. યુનિ.ની ભાઇકાકા લાયબ્રેરી, બી.એડ કોલેજ, જ્ઞાનોદય પરીક્ષા કેન્દ્ર, હ્યુમીનીટી સેન્ટર મળીને ચાર બિલ્ડીંગમાં બે બ્લોક ઉભા કરવામાં આવ્યા છે.કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મતદાન પ્રક્રિયા માટેનું આયોજન કરાયું છે.

Other News : આણંદ જિલ્લાના ગામોમાં જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન ૧૧ સગીર વયના બાળલગ્ન અટકાવાયા

Related posts

આણંદ જિલ્લાની કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને તેને લગતી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ…

Charotar Sandesh

આણંદ અમૂલ : ૪૦ કરોડની કમાણી થઇ : કોરોના કાળમાં બિઝનેસ ૨% વધ્યો

Charotar Sandesh

રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : આશરે દોઢ મહિનાના ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ…

Charotar Sandesh