આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૧ અને ૧૨ માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ સહિત સુરત ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી આણંદ જીલ્લામાં જુદા જુદા રૂટો પર દોડાવવામા આવતી કુલ ૬૫ એસ.ટી બસો ફાળવી દેવામા આવી છે.
આણંદ એસટી તંત્ર દ્વારા એકાએક અમદાવાદના કાર્યક્રમોમાં બસો ફાળવી દેતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતાં આજરોજ હલ્લાબોલ સર્જાયો હતો.
ગામોમાંથી આવતાં શિક્ષણઅર્થે આવતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી
જે બાદ એસટી વિભાગના કર્મચારીઓ સાથે બબાલ થતાં પોલીસને જાણ કરાતાં લાઠીચાર્જના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈ વિદ્યાર્થીઓ-મુસાફરોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
રોજીંદા શાળા -કોલેજોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.
Other News : આણંદમાં ડ્રેનેજની કામગીરી વખતે ભેખડ ધસી પડતાં ૨૫ ફૂટ ખાડામાં શ્રમિક દબાયો : મૃતદેહ બહાર કઢાયો