આણંદ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ આજે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ ગોકુલધામ ની મુલાકાત લીધી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલધામના પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી તથા દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા “સર્વે સન્તુ નિરામયા:” હેઠળ “નિરોગી રહે નારી- એ પહેલ અમારી.” મહાઅભિયાનનો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગોકુલધામ નારથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુંભારંભ કરવામાં આવ્યો હતો.
આ પૂર્વે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે સંસ્થામાં આવેલ ગૌશાળા, હોસ્ટેલ અને પ્રાર્થના મંદિરની મુલાકાત લીધી હતી
આ મુલાકાત વેળાએ સંતો ઉપસ્થિત રહયા હતા.
Other News : ઓડ ખાતે રાજયની ૨૨૫મી અને જિલ્લાની ૮મી ઔદ્યોગિક વસાહતનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન