Charotar Sandesh
ગુજરાત

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, દરેક નાગરિકને ‘ઘરનું ઘર’ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં પરિણામલક્ષી પગલાં લીધા છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઓઢવ – ઈન્દિરાનગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે નગરજનોને રૂ. ૨૭૧ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમદાવાદ શહેરની ઝુંપડપટ્ટીઓમાં વસતા ગરીબોને પાકા આવાસ પુરા પાડવાનું આયોજન હાથ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૧૭૯ કરોડના હાઉસિંગ પ્રકલ્પ, રુ. ૪૭ કરોડના પાણી-પુરવઠા અંગેના પ્રકલ્પ અને રુ. ૧ કરોડનો હેરિટેજ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. અહીં એ નોંધવુ જરુરી છે કે આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પ અન્વયે ૧૬૧૦ મકાનો અને ૫૨ દુકાનોનું પ્રજાજનોને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી, મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી લોચન સેહરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  • Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ૨૧ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે ‘નમો વડ વન’ નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

Related posts

નવા શૈક્ષણિક સત્રથી ૧૮ વિષયના કુલ ૫૧ નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરાશે…

Charotar Sandesh

ગૃહ મંત્રાલયની જાહેરાત : આ તારીખ સુધી દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમો તોડનારને દંડ નહિ થાય

Charotar Sandesh

યાત્રાધામ પાવાગઢમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ર લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ તસ્વીર

Charotar Sandesh