Charotar Sandesh
વર્લ્ડ

શ્રીલંકા સરકારે આર્થિક કટોકટીને લઈ સોમવાર સુધી લોકડાઉનનું લીધું મોટું પગલું

શ્રીલંકા (shrilanka) સરકારે આર્થિક કટોકટી

શ્રીલંકા : શ્રીલંકા (shrilanka) ના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો થયા બાદ કટોકટીની સ્થિતિ જાહેરાત કરી છે. શ્રીલંકા (shrilanka) માં કોરોનાના કેશો અને વીજ કટોકટીને આધારે આર્થિક સંકટને જોતા સરકારે ૩૬ કલાકના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બગડતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રીલંકા (shrilanka) માં પહેલાથી જ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ તેમના સંબંધીઓ અને તેમના સૌથી વિશ્વાસુ લોકો વિરુદ્ધના વિરોધને ડામવા માટે સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકડાઉન શનિવારે સાંજથી જ લાગુ કરવામાં આવ્યુ છે અને તે સોમવારે સવાર સુધી લાગુ રહેશે.

આ બગડતી પરિસ્થિતિ વચ્ચે, શ્રીલંકા (shrilanka) ના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દેશ અત્યારે આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અહીં ઇંધણની ભારે કટોકટી છે અને લોકોને કેટલાક કલાકો વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે.

એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર થયેલા હુમલા બાદ તેમણે કટોકટીની સ્થિતિ લાદવાનો આદેશ આપ્યો હતો

ત્યાંની સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન ઈંધણ, ખોરાક અને દવાઓની અછતને લઈને મોટા પ્રમાણમાં સરકાર વિરોધનો સામનો કરી રહ્યુ છે. લોકડાઉન લાગુ કરવાનો આ આદેશ રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષેના ઘર પર હુમલો કર્યા બાદ આવ્યો છે. એક દિવસ પહેલા રાષ્ટ્રપતિના ઘર પર થયેલા હુમલા બાદ તેમણે કટોકટીની સ્થિતિ લાદવાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે આ જાહેર વ્યવસ્થાની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. નાદારીની આરે ઉભેલા શ્રીલંકા (shrilanka) માં, શનિવારે અનુરાધાપુરા શહેરમાં એક મહિલાના ઘર તરફ લોકોની ભીડ જામી હતી.

Other News : ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

Related posts

અમેરિકાના સાન હોઝે શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ : ૮ના મોત, હુમલાખોર ઠાર…

Charotar Sandesh

ભેજવાળી ઋતુમાં કોરોના વધુ ફેલાઇ શકે છે : એક નવી સ્ટડી સામે આવી

Charotar Sandesh

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી ધનિકઃ સંપત્તિ ૩૭.૫ કરોડ

Charotar Sandesh