આણંદ : હાલમાં ચૈત્રી નવરાત્રિ અને મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોઇ તેમજ તા. ૧૫મીના રોજ ગુડફ્રાઇડેના તહેવાર ઉજવવામાં આવનાર હોઇ આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૧) થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક પોલિસ ઠેર-ઠેર વોચ રાખી રહી છે.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના બોરીયા ગામે આજે રાત્રી આશરે ૮.૩૦ કલાકે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
પોલિસે ઘટનાસ્થળે પહોંચી જઈ કસુરવારોની અટકાયત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
આ ઘટનાની જાણ સ્થાનિક પોલિસને કરાતાં કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો, પરંતુ હાલમાં આ સ્થળે અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો તરફથી મળતી માહિતી મુજબ, રાત્રે ૮ વાગ્યાના સુમારે માતાજીના રથને ડીજીના તાલ સાથે ફરાવવામાં આવી રહ્યો હતો, જે દરમ્યાન ગામમાં આવેલ મસ્જીદ બહાર ડીજેને બંધ કરાવતાં બે જૂથ વચ્ચે મામલો બિચક્યો હોવાનું જાણવા મળેલ છે, જે બાદ પથ્થરમારાની ઘટના બનવા પામી છે, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયેલ છે જેઓને ૧૦૮ના મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘટનામાં સ્થાનિક પોલિસ ઘટનાસ્થળે પહોંચી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કસુરવારોની તપાસ હાથ ધરી તેઓને ડીટેઈન કરવામાં આવ્યા છે અને બોરિયા ગામ પોલિસની છાવણીમાં ફેરવાઈ ગયું છે.
Other News : આણંદ એસઓજી પોલીસે ૧૦૦ના દરની નકલી નોટો સાથે બે ઈસમોને દબોચ્યા, જુઓ વિગત