કાયદો બધા માટે સરખો છે, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવા જ જોઈએ : સીઆર પાટીલ
ઘર્ષણ દરમ્યાન પોલીસ પર ગાડી ચડાવ્યાની ઘટના યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં થઈ કેદ : આઈપીસી કલમ ૩૦૭ અને ૩૩૨ મુજબ ગુનો નોંધાયો
ગાંધીનગર : ગાંધીનગર પોલિસ હેડક્વાર્ટરમાં ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરાઈ હતી. જેમાં યુવરાતસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાન ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવેલ હોવાના આરોપ હેઠળ તેઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પર ગાડી ચડાવવાના પ્રયાસ મામલે ૩૦૭ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે : ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા
આ બાબતે આજરોજ ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ યુવરાજસિંહની ગાડીમાં લાગેલ કેમેરા ચેક કરી તમામ વસ્તુ એફએસએલમાં મોકલી આપ્યો છે, જ્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે ગુનો નોંધી કોર્ટે જ્યુડીશનલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજે કોર્ટ બહાર ચુસ્ત પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.
યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી : ગાંધીનગર રેન્જ આઈજીએ પોલિસ ઉપર ગાડી ચડાવતો વિડીયો બહાર પાડ્યો
આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે, જેમાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવેલ કે, કાયદો બધા માટે સરખો છે, કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે રાજ્ય સરકારે કાયદાકીય પગલાં ભરવા જોઈએ. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જેમાં પરીક્ષાઓમાં ક્યાંય પણ ગેરીરીતી જણાય તો હેલ્પલાઈન નંબર ૯૯૯૮૨ ૦૩૫૩૬ ઉપર પુરાવા સાથે અમને જાણ કરવા વિનંતી કરાઈ છે.
Other News : આજે ભારતીય જનતા પાર્ટીનો ૪૨મો સ્થાપના દિન : પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કાર્યકરોને આપ્યો મંત્ર