Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા-આયોજન મંડળની બેઠક યોજાઈ : ૮ તાલુકાઓ માટે રૂા.૮૯૭.૦૭ લાખના ૭૪૨ કામો મંજૂર કરાયા

આણંદ જિલ્લાના વિકાસના કામો

૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૯૭.૦૭ લાખના ૭૪૨ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૪૯.૨૩ લાખના ૬૦ કામો મંજૂર

આણંદ જિલ્લાના વિકાસ માટેના કામો સમયમર્યાદામાં પૂરા થાય તે જોવા જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીનો અનુરોધ

આણંદ : આણંદ સર્કીટ હાઉસ ખાતે જિલ્‍લાના પ્રભારી અને રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. જિલ્લાના વિકાસ માટે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે જિલ્‍લાના ૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૯૭.૦૭ લાખના ૭૪૨ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૪૯.૨૩ લાખના ૬૦ કામો તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ખાસ પ્લાન) જોગવાઇ હેઠળ રૂા. ૨૫ લાખના ૧૪ કામો મંજૂર કરાયા.

આ યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ માટે આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ હેઠળના વિકાસના કામો આયોજન મંડળને મોકલવા ઉપર ભાર મૂકવાની સાથે વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો.

સાંસદ મિતેષ પટેલ તેમજ ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ વિકાસ કામો માટે જરૂરી સૂચનો કર્યા

આ બેઠકમાં ૨૦૧૮-૧૯ થી ૨૦૨૧-૨૦૨૨ સુધીના વર્ષોની તાલુકાકક્ષાના તથા નગરપાલિકાનાં રૂપિયા ૩૫૧.૧૬ લાખના ૨૦૦ કામો રદ કરવાની સામે  રૂપિયા ૪૭૫.૦૮ લાખના ૨૦૭ નવા કામો મંજુર કરવામાં આવ્યા. ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ, ૫ ટકા પ્રોત્સાહક, ખાસ ભાલ પછાત તથા એ.ટી.વી.ટી.ના કામો, સાંસદસભ્યશ્રીની ગ્રાન્ટના કામો, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામોની સમિક્ષા કરી બાકી કામો પૂર્ણ કરવા અને ૧૦૦ ટકા ગ્રાન્ટ વપરાય જાય તે જોવા સુચના આપી.

Other News : તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૨મો પાટોત્સવ ઉજવાયો

Related posts

સરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…?!! પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!

Charotar Sandesh

આણંદ : ભીડ એકત્ર થતી હોય તેવા કેન્દ્રો ઉપર નિયમોનું સખ્તાઈ પૂર્વક પાલન કરાવશે : દંડ વસુવાત થશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું : ૩ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

Charotar Sandesh