આણંદ : રાજ્યમાં સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચારીઓેને અંકુશમાં લાવવા એન્ટી કરપ્શન બ્યુરોએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, જેને લઈ ભ્રષ્ટાચારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે આજે આણંદના મોગરી ગામના મહિલા તલાટી માત્ર ૩૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ હાથ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
મહિલા તલાટીને લાંચના ગુનામાં અટકાયત કરાતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હશે
પ્રાપ્ત માહિતી અનુસાર, મોગરી ગામમાં તલાટી તરીકે દિપીકાબહેન રમણભાઈ પંચાલ ફરજ બજાવતાં હતા, જેઓએ અરજદારની બહેનના લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા માટે તલાટી કમ મંત્રીએ રૂ. ૩૦૦ લાંચની માંગણી કરેલ, જે બાબતે ફરિયાદીએ આણંદ એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી આપી હતી. જેને લઈ એસીબીના પીઆઈ એમ.એલ. રાજપુત તથા અમદાવાદ એકમના કે.બી.ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ કેસમાં મહિલા તલાટીને લાંચના ગુનામાં અટકાયત કરાતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હશે.
Other News : ગ્રીષ્માના હત્યારા ફેનિલની સજાની સુનાવણી આજે ફરી એકવાર ટળી : આ મામલે અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું