રાજકોટ : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ત્યારે હવે નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહિ ? તે બાબતે આજે યોજાનાર પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલ સ્પષ્ટ કરશે અને લાંબી સમયથી ચાલતી અટકળોનો અંત આવશે. આ અગાઉ નરેશ પટેલે દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે પણ બેઠકો યોજેલ, જેને લઈ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે.
લાંબી સમયથી ચાલતી અટકળોનો અંત આવશે
ત્યારે બીજી તરફ ભારે ચર્ચા એ પણ થઈ રહી છે કે, નરેશ પટેલ કોંગ્રેસ જ નહિ પરંતુ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. જે અંગે પણ નરેશ પટેલ આજે યોજનાર પ્રેસ કોન્ફરન્સ સ્પષ્ટ કરશે.
Other News : પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે વાતાવરણમાં પલ્ટો : જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ?