Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી જતાં રાહદારીઓએ બોટલો લેવા પડાપડી કરી : વિડીયો વાયરલ

વિદેશી દારૂ ભરેલી કાર

વલસાડ : ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર આજે એક ક્રેટા કાર પલટી જતા દારૂની બોટલોની લુંટ રાહદારીઓએ ચલાવી હતી. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે. તેમાં ૨૦થી વધુ લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. મોડા પહોંચેલા કેટલાક લોકો તો કારની અંદર ડોકિયું કરતા પણ જોવા મળ્યા હતા. જેથી અંદર એકાદ-બે બોટલ રહી ગઈ હોય તો તે પણ લઈ જવા થાય. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈ લોકો હસી રહ્યા છે.

તો સાથે દારૂબંધીના કાયદાને લઈ સવાલો પણ ઉઠી રહ્યા છે

Valsad જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર ધોળે દિવસે દારૂબંધીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. દમણથી સુરત તરફ જઈ રહેલી એક ક્રેટા કાર પલટી ખાઈ ગયા બાદ રસ્તા પર દારૂની રેલમછેલ થતા રાહદારીઓએ તક ઝડપી દારૂની બોટલો લઈ ચાલતી પકડી હતી. દારૂબંધી હોવા છતા કેટલાક લોકોએ દારૂની બોટલો લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. જેનો વીડિયો હાલ વાઈરલ થયો છે.

પોલીસ દારૂની હેરાફેરી કરી રહેલા કારચાલકો ઉપરાંત વીડિયોમાં દેખાતા લોકો સામે પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. દમણ તરફથી જીજે-૦૫-જીઓ-૭૨૦૫ નંબરની ક્રેટા કાર પુરપાટ ઝડપે ડુંગરી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ડુંગરી બ્રિજ ઉતરતી સમયે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ હતી. કારમાં સવાર લોકોને તો સામાન્ય ઈજા થઈ હોય દારૂના જથ્થા સાથેની કાર મૂકી નાસી છૂટ્યા હતા.

રસ્તા પર દારૂની રેલમછેલ થતા જ કેટલાક રાહદારીઓએ તક ઝડપી લીધી હતી અને હાથમાં જેટલી બોટલો આવી એટલી લઈને ચાલતી પકડી હતી. લોકોએ પોલીસનો કોઈ ડર રાખ્યા વગર જ દારૂની બોટલો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

Other News : અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ નિહાળવા ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે : જુઓ તૈયારીઓ

Related posts

રક્ષાબંધન બની હાઇટેક, બહેનોમાં ઑનલાઇન રાખડી ખરીદવાનું ચલણ વધ્યું…

Charotar Sandesh

ધો. ૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો…

Charotar Sandesh

PM મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરાશે, જુઓ કાર્યક્રમો

Charotar Sandesh