Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

મુખ્યમંત્રી કેજરીવાલ

મહેસાણા : આગામી 6 June અરવિંદ કેજરીવાલ મહેસાણા ખાતે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે રોડ શો યોજવા જઇ રહ્યા છે. ત્યારે ૬ જૂનને સોમવારની સાંજે મહેસાણા સિવિલથી તોરણવાળી ચોક સુધી અરવિંદ કેજરીવાલ રોડ શો યોજી રેલીમાં જોડાશે.

આ અંગે આમ આદમી પાર્ટીના ભગત પટેલે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી સીધા મહેસાણા વિશાળ તિરંગા યાત્રા યોજશે. જેમાં ૨૦ હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે, ત્યારે વિશાળ તિરંગા યાત્રાની શરૂઆત સૌ પ્રથમ મહેસાણા ખાતેથી કરવામાં આવશે.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલ થોડા સમય માટે તોરણવાડી માતા ચોક ખાતે સભા સંબોધશે. જો કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાર્ટી દ્વારા આવી વિશાળ રેલીઓ યોજવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ૬ ઝોનમાં ૧૫ મેથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કેજરીવાલ આગામી ૬ જૂનના રોજ ગુજરાત આવશે. ગુજરાતમાં છેલ્લા ૨ મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.

૬ જૂને કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

આ રણનીતિ પાટીદારોના મતોને પ્રભાવિત કરશે. સીએમ કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે.આ દરમિયાન તેઓ અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરશે.

Other News : CM આદિત્યનાથ યોગીએ કહ્યું, રામ જન્મભૂમિ મંદિર એ રાષ્ટ્ર મંદિર બનશે, ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો

Related posts

નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ લીડ લેવા ગુજરાત સજ્જ : મુખ્યમંત્રી

Charotar Sandesh

દ્વારકા સહિત રાજ્યમાં ૧૦ હજાર ખેડૂતોના એક દિવસના ઉપવાસ…

Charotar Sandesh

બહુચરાજી માતાજીને પહેરવાયો અંદાજિત ૩૦૦ કરોડનો નવલખો હાર…

Charotar Sandesh