Charotar Sandesh
ઈન્ડિયા

પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે : 27000 કરોડના વિવિધ રેલવે અને માર્ગ સુવિધાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી કર્ણાટક

પ્રધાનમંત્રી 20 અને 21 જૂનના રોજ કર્ણાટકની મુલાકાતે

પ્રધાનમંત્રી ભારતનું પ્રથમ એર કન્ડિશન્ડ રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે, કોંકણ રેલવે લાઇનનું 100 ટકા વિદ્યુતિકરણ અને અન્ય રેલવે પરિયોજનાઓ સમર્પિત કરશે

બેંગલુરુ ખાતે ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BASE) યુનિવર્સિટીના નવા પરિસંકુલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે

પ્રધિનમંત્રી 150 ‘ટેકનોલોજી હબ’ રાષ્ટ્રને સમર્પિત કરશે જેનું નિર્માણ અંદાજે રૂપિયા 4600 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે

નવી દિલ્હી : PM નરેન્દ્ર મોદી 20 અને 21 જૂન 2022ના રોજ કર્ણાટકની મુલાકાતે રહેશે. 20 જૂનના રોજ બપોરે લગભગ 12.30 કલાકે પ્રધાનમંત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુની મુલાકાત, જ્યાં તેઓ બ્રેઇન સંશોધન કેન્દ્ર (CBR)નું ઉદ્ધાટન કરશે અને તેઓ બાગ્ચી- પાર્થસારથી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. બપોરે અંદાજે 1:45 કલાકે, તેઓ બેંગલુરુ ખાતે આવેલી ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BASE)ની મુલાકાત, જ્યાં તેઓ BASE યુનિવર્સિટીના નવનિર્મિત પરિસંકુલનું ઉદ્ઘાટન કરશે અને ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરશે.

તેઓ 150 ‘ટેકનોલોજી હબ’ રાષ્ટ્રને સમર્પિત કરશે જેને કર્ણાટકમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ (ITI) દ્વારા વિકસાવવામાં આવ્યા છે. ત્યારબાદ, બપોરે લગભગ 2:45 કલાકે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં કોમ્માઘાટ્ટા ખાતે પહોંચશે જ્યાં તેઓ લગભગ 27000 કરોડ રૂપિયાની વિવિધ રેલવે અને માર્ગ માળખાકીય સુવિધા પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

આ કાર્યક્રમમાં તેઓ નાગનહલ્લી રેલવે સ્ટેશનના કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કરશે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હીઅરિંગ (AIISH) ખાતે તૈયાર કરવામાં આવેલું ‘સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે પછી, સાંજે લગભગ 7 વાગે, પ્રધાનમંત્રી મૈસૂલમાં આવેલા શ્રી સુત્તૂરક મઠની મુલાકાત લેશે અને રાત્રે લગભગ 7:45 કલાકે તેઓ મૈસૂરમાં આવેલા શ્રી ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લેશે.

21 જૂનના રોજ સવારે લગભગ 6:30 કલાકે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવનારા સામૂહિક યોગ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી ભાગ લેશે.

Other News : CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસની પહેલ : પીપલ ફ્રેન્ડલી પોલીસનો અભિગમ

Related posts

બેંકો બાદ LICની એનપીએમાં જંગી વધારોઃ ૩૬૬૯૪ કરોડને પાર…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં ૩૦ ડિસેમ્બરે કેબિનેટ વિસ્તરણઃ ૩૬ ધારાસભ્યો મંત્રી બનશે…

Charotar Sandesh

કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ડબલ એટેક, શ્રીનગર-શોપિયાંમાં ૪ આતંકી ઠાર મરાયા…

Charotar Sandesh