New Delhi : દેશના કેટલાક રાજ્યોમાં કોરોના (corona) ના કેસોમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ (booster dose) ફ્રીમાં આપવામાં આવશે. મળેલ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
દેશની તમામ સરકારી હોસ્પિટલમાં આગામી ૧૫ જુલાઈથી બૂસ્ટર કે પ્રિકૉશન ડોઝ (booster dose) મળશે
જો કે ફ્રી ડોઝ આગામી ૭૫ દિવસ સુધી જ અપાશે. હાલ તો કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બૂસ્ટર ડોઝ (booster dose) માટે કિંમત ચુકવવી પડતી હતી.
ભારતમાં મંગળવારના રોજ કોરોનાના નવા કેસ ૧૬,૧૦૭ નોંધાયા હતા, આ દરમિયાન મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યામાં પણ ૧૭થી વધીને ૪૫ થઈ ગયેલ છે. દેશમાં હાલ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા ૧,૩૧,૫૮૯ છે.
Other News : વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી