Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

કોંગી કાઉન્સીલર સહિત ૬ શખ્સો નાપાડમાંથી જુગાર રમતાં ઝડપાયા

નાપાડ વાંટા ગામ

આણંદ : આણંદ પાલિકાના કોંગી કાઉન્સીલર સહિત છ શખ્સો નાપાડ વાંટામા જુગાર રમતાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે રોકડ, મોબાઈલ સહિત કુલ ૨૧૮૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે આણંદ રૂરલ પોલીસને હકિકત મળી હતી કે, નાપાડ વાંટા ગામના સમડાવાળા ફળિયામાં કેટલાક શબ્દો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં ઐયુબખાન અખ્તરખાન રાઠોડ, કમલેસભાઇ ઉર્ફે અકુ શાંતિલાલ પટવા, વિજયભાઈ છત્રસિંહ રાઠોડ, આણંદના કોંગી કાઉન્સીલર રજ્જાકભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા, હારૂનભાઈ ગમાનસીંગ સિસોદિયા ઉર્ફે કાલુ લતીફખાન પઠાણ ઝડપાઈ જવા પામ્યા હતા.

તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૨૦૮૫૦ તેમજ એક મોબાઈલ સહિત કુલ ૨૧૮૫૦નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Other News : બોરસદ ચોકડીએ નિર્માણાધિન ઓવરબ્રિજની મુલાકાત સાંસદ મિતેષ પટેલે લીધી : જુઓ પ્રોજેક્ટ મેનેજરની શું આપી સુચના ?

Related posts

આજથી અમૂલ ડેરીની આ પ્રોડક્ટ થઈ મોંઘી : પ ટકા જીએસટીની અસર, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ જિલ્લાભરના પેટ્રોલ પંપ ગેસ એજન્સી બોટલોને પણ સેનેટાઇજ કરવાનો પ્રારંભ…

Charotar Sandesh

ચરોતરમાં વર્તાયો ઠંડીનો ચમકારો ૧૦.પ ડિગ્રી સાથે સીઝનનો સૌથી ઠંડો દિવસ…

Charotar Sandesh