Charotar Sandesh
ઈન્ડિયા

ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અપનાવી મંદિરમાં કર્યા મેરેજ

UPના આઝમગઢ

આઝમગઢ : ઉત્તર પ્રદેશ UPના આઝમગઢ (azamgadh) જિલ્લાના અત્રૌલિયા વિસ્તારમાં આવેલા મંદિર પરીસરમાં એક નવો જ ઇતિહાસ લખ્યો હતો. જ્યારે એક મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાના હિન્દુ પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી તેને પોતાનો જીવનસાથી બનાવ્યો છે.

મંદિર પરિસરમાં સાત ફેરા ફરી આ દંપતીને પરિવાર અને મહેમાનોએ સુખી લગ્ન જીવનના આશીર્વાદા આપેલ. અત્રૌલિયા વિસ્તારના ખાનપુર ફતેહ ગામમાં રહેતો સૂરજ બે વર્ષ પહેલા હૈદરપુર ખાસ ગામની મુસ્લિમ યુવતી મોમિન ખાતૂનના પ્રેમમાં પડેલ હતો. આ બંનેનો પ્રેમ વધતો ગયો અને સાથે જીવવા-મરવાના વચનો એચબીજાને આપ્યા હતા. પરંતુ જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઇ તો તેમણે ધર્મના કારણે વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે પ્રેમીના પરિવારજનોને કોઇ વાંધો ન હતો. યુગલે તોડી ધર્મની દિવાલ – એટલું જ નહીં, પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમી અને તેના પરીવારને ધર્મ પરીવર્તન કરવા માટે દબાણ પણ કર્યુ અને ઇસ્લામ ધર્મ અપનાવવા કહ્યું હતું. પરંતુ પ્રેમિકાએ ના પાડી દીધી.

આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ અને ધર્મની દિવાલને તોડીને સાથે જીવવા મરવાનો નિર્ણય લીધો હતો

બંનેએ તે વિસ્તારના સમ્મો માતા મંદિરમાં હિન્દૂ રીતિ રીવાજ સાથે લગ્ન કરી લીધા. દરમિયાન નવયુગલને પરિવારજનો અને વિસ્તારના લોકોએ હાજર રહી આશીર્વાદ પણ આપ્યા હતા. આ દરમિયાન છોકરાના પરિવારના સભ્યો આ લગ્નથી ખૂબ જ ખુશ દેખાતા હતા.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પુત્રએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને સિંદૂરદાન પછી તેઓ નવદંપતીને આશીર્વાદ આપીને સમોમાતા મંદિરથી ઘરે લાવ્યા હતા.પ્રેમને ભગવાનનો ઉપહાર માનવામાં આવે છે. એકબીજાના પ્રેમમાં પાગલ પંખીડાઓ પોતાનું જીવન દુનિયાના રીતરીવાજો અને બંધનોથી દૂર ખુશ રહેવા કંઇ પણ કરી છૂટે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. જેમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ લગ્ન કર્યા છે.

Other News : આ નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું : લોકો માની રહ્યા છે ચમત્કાર

Related posts

RBIની દિવાળી ભેટ : વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો…

Charotar Sandesh

સીરમ કંપની સરકારને કોરોના રસી ૨૫૦ રૂપિયામાં આપશે..!

Charotar Sandesh

દિલ્હી ચૂંટણીમા ૬૦ ટકાથી વધુ મતદાન : મંગળવારે પરિણામ…

Charotar Sandesh