Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર અને કરમસદના આ વિસ્તારોને કન્ટેનમેન્ટ (Containment Area) એરિયા જાહેર કરાયા

કન્ટેનમેન્ટ (Containment Area) એરિયા

આણંદ : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ મહામારીને ધ્યાને રાખીને ભારત અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે.

તદ્અનુસાર કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા અને સુરક્ષાના તકેદારીના પગલાંરૂપે કેટલાંક પ્રતિબંધો મૂકવા જરૂરી હોઇ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મનોજ દક્ષિણીએ વિવિધ કાયદાકીય રીતે મળેલ સત્તાની રૂઇએ આણંદ તાલુકાના કરમસદના ૧૪, ગેસ્ટ હાઉસ, એસકેએચ કેમ્પસના એક મકાન, આણંદ શહેરના ૧૦૩, ચાણકય એપાર્ટમેન્ટ, ઇરમા રોડ, મંગળપુરાના એક મકાન, ૧૦, શ્યામલ બંગલો, ડી.ઝેડ સ્કૂલ પાછળનું એક મકાન, ૪૫, જૂની મેમન કોલોની, ઝાકરિયા મસ્જિદ પાસે, પોલસન સડેરી રોડનના બે મકાનો અને શ્રી રેસિડન્સી, ઝાયડસ હોસ્પિટલના એક મકાનને કન્ટેનમેન્ટ એરિયા (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ હુકમનો અમલ તા. ૨૨/૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. અથવા તો આ કન્ટેનમેન્ટ ઝોન-૭ દિવસ અથવા કોરોનાગ્રસ્ત દર્દી વધારે સમય સંક્રમિત રહે તો જેટલા દિવસ સંક્રમિત રહે તેટલા દિવસ સુધી અમલમાં રહેશે. જયારે આ હુકમ અન્વયે સરકારી ફરજ પરની વ્યકિતઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકશે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. જયારે આ હુકમથી આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધીકારીઓનો આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

Other News : આણંદના વિવિધ કેન્દ્રોમાં યોજાનાર ધો.૧૦-૧૨ની જાહેર પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો

Related posts

આણંદ : ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી ઉપયોગ કરવા-ઉડાવવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લામાં સરિસૃપ જીવો દરમાંથી બહાર નીકળવાની ઘટનામાં વધારો : કોબ્રાનું રેસક્યુ કરાયું

Charotar Sandesh

ગુજરાતની અમૂલને ટ્રેડ માર્કના કેસમાં કેનેડાની કોર્ટમાં જીત મળી

Charotar Sandesh