UK : બ્રિટિશ પીએમની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે (rishi sunak) ચોથા રાઉન્ડમાં પણ જીત મેળવી પોતાની દાવેદારી મજબૂત કરી લીધેલ છે.
મતદાનના ચોથા રાઉન્ડમાં ઉમેદવાર ઋષિ સુનક (rishi sunak) ને ૧૧૮ મત મળ્યા છે. આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બૈડેનોચ પ્રધાનમંત્રીની રેસમાંથી બહાર થઈ ગયેલ છે, તેમને ૫૯ મત મળેલ હતા. જે બાદ પ્રધાનમંત્રી સીટની રેસમાં માત્ર ત્રણ ઉમેદવાર જ બાકી રહેલ છે. આ સાથે કારોબાર મંત્રી પેની મોર્ડૌટને ૯૨ તેમજ અને વિદેશ મંત્રી લિજ ટ્રસને ૮૬ મત મળેલ છે.
હવે આગામી રાઉન્ડમાં ઋષિ સુનક (rishi sunak) અને પેની મોર્ડૌટ તેમજ લિબ ટ્રસ વચ્ચે મુકાબલો થવાનો છે, જે બાદ હવે ગુરૂવાર સુધી માત્ર બે ઉમેદવારો અંતિમ યાદીમાં પોતાની જગ્યા બનાવશે.
ભારતીય મૂળના ઋષિ સુનક (rishi sunak) અત્યાર સુધીના તમામ તબક્કામાં સૌથી ટોચ ઉપર રહેલ છે
આ સાથે વધુમાં, પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકને સોમવારે થયેલ ત્રીજા રાઉન્ડમાં ૧૧૫ મત મળેલ હતા, તો દ્વિતીય રાઉન્ડમાં ૧૦૧ મત તેમજ પહેલા રાઉન્ડમાં ૮૮ મત મળેલ હતા, ભારતીય મૂળના ઋષિ સુનક અત્યાર સુધીના તમામ તબક્કામાં સૌથી ટોચ ઉપર રહેલ છે.
Other News : રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘુષણખોરની ધરપકડ : નૂપુર શર્માને મારવાની ફિરાકમાં હતો