Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સતત બીજો ગોલ્ડ : મીરાબાઈ ચાનૂ બાદ ૧૯ વર્ષીય જેરેમી લાલરિનુંગાએ અપાવી સફળતા

જેરેમી લાલરિનુંગા

વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને આ ગેમમાં ઈજાગ્રસ્ત થવા છતાંય તેણે હાર માની નહોતી

ન્યુ દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સમાં ઈન્ડીયાએ સતત બીજો ગોલ્ડ તેમજ ઓવરઓલ ૫મો મેડલ જીત્યો છે, વેઇટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને આ ગેમમાં ઈજાગ્રસ્ત થવા છતાંય તેણે હાર માની નહોતી અને મેન્સ ૬૭ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતેલ છે, તેણે સ્નૈચમાં ૧૪૦ તેમજ ક્લીન એન્ડ જર્કમાં ૧૬૦ કિગ્રા વેઇટ ઉઠાવેલ. જેથી કુલ ૩૦૦ કિગ્રા વેઇટ કેચઅપ કરીને ગોલ્ડ મેડલ પોતાના હસ્તક કરેલ છે, તેમજ સમોઆના વાઇવાપા આઇઓએ ૨૯૩ કિગ્રા સાથે સિલ્વર મેડલ જીતેલ છે.

નોંધનીય છે કે, આ પહેલા જેરેમી લાલરિનુંગા ૨૦૧૮ યૂથ ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ રહી ચુકેલ છે, સાથે જ તેણે ૨૦૨૧ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીતી ભારતનું ગૌરવ વધારેલ છે.

Other News : EDની અટકાયત હેઠળ શિવસેનાના સાંસદ સંજય રાઉત : ED ઓફિસે પહોંચીને કહ્યું- મૈં ઝુકુંગા નહીં

Related posts

સેલ્ફ ફાઈનાન્સ કૉલેજના મેડિકલના વિદ્યાર્થીઓએ ફીમાં રાહત આપવાની માગ કરી…

Charotar Sandesh

ભારત બાયોટેકને મળી ૨થી ૧૮ વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી…

Charotar Sandesh

યુ.એસ.ના કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)નો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો…

Charotar Sandesh