ગાંધીનગર : રાજ્યમાં તલાટી કમ મંત્રીઓએ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીના શાસન વખતે રજૂ કરાયેલ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નહીં, જ્યારે હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ રજુઆત કરાતાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેને લઈ હવે ગુજરાતના ૯૫૦૦ તલાટીઓએ આજે ૧ લી ઓગષ્ટ સુધીમાં ઉકેલ નહીં આવશે, તો આવતીકાલે ૨જી ઓગસ્ટના રોજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આણંદ જિલ્લાની ૩૫૨ ગ્રામ પંચાયતોના ૧૫૦ જેટલા તલાટીઓ પણ હડતાળમાં જોડાશે
આ બાબતે આણંદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરત ગોહેલે જણાવેલ કે, તલાટી કમ મંત્રીઓએ અગાઉ પણ અને હાલમાં પણ ફિક્સ પગારની ૫ વર્ષની નોકરી સળંગ ગણવાની માગ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે કરેલ છે, જે અંગે કોઈ ઉકેલ આવેલ નથી.
વધુમાં અગાઉ નાણામંત્રી કનુ દેસાઈ સાથે ગત ૪ મે, ૨૦૨૨ના રોજ ચર્ચા-વિચારણા કરાઈ હતી, પરંતુ કોઈ સકારાત્મક ઉકેલ આવેલ નથી, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ની જગ્યાની વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ કર્યા પછી તેને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મળેલ નથી તે મંજૂર કરવા તેમજ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં મેળવવા પરીક્ષા રદ કરવાની માગ કરાઈ હતી.
Other News : અઢી વર્ષ બાદ આણંદ-નડિયાદથી અમદાવાદ-વડોદરા વચ્ચે ૧૦ જેટલી મેમુ ટ્રેનો આ તારીખથી રાબેતા મુજબ દોડતી થશે