રાજ્યના મોટા મહાનગરોમાં નવરાત્રિ (navratri) નું ભવ્ય આયોજન કરાતું હોય છે, ત્યારે સરકારે નવરાત્રીના પાસ ઉપર ૧૮% જીએસટી લગાવતાં ખૈલેયાઓમાં રોષ જોવા મળ્યો
ત્યારે હવે વડોદરામાં સૌથી પ્રખ્યાત યુનાઈટેડ-વેના આયોજકોએ મહત્ત્વની જાહેરાત કરી કે, ગરબાના પાસ પર લાગતો જીએસટી અમે ભરીશું
વડોદરા : નવરાત્રિ પર્વને લઈ થોડા દિવસ જ બાકી છે, ત્યારે રાજ્યના મોટા મહાનગરોમાં નવરાત્રિ (navratri)નું ભવ્ય આયોજન કરાતું હોય છે, જેમાં સરકારે નવરાત્રીના પાસ ઉપર ૧૮% GST લગાવતાં ખૈલેયાઓમાં રોષ જોવા મળ્યો છે. જેને લઈ GSTના મુદ્દો ખેલૈયાઓના રંગમાં ભંગ કરી શકે તેમ છે, તેવામાં વડોદરામાં સૌથી મોટા યુનાઈટેડ-વેના ગરબા આયોજકે ખેલૈયાઓ પાસે જીએસટી નહીં વસૂલવાનો નિર્ણય લીધેલ છે.
આ વર્ષે ગુજરાતીઓની શાન એવા ગરબાના પાસ મોંઘા થતાં હવે મોટા આયોજનોમાં જવું કે નહીં તે અંગે ખેલૈયાઓ મુંજાતા જોવ મળી રહ્યા છે, જેથી આ બાબતે gujarat government કઈંક વિચારે તેવી માંગ કરી રહ્યા છે, તેવામાં વડોદરા નવરાત્રી (navratri) ફેસ્ટિવલના આયોજકોએ મોટો નિર્ણય લીધેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાબતે ગરબા આયોજક મયંક પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન આપેલ છે કે ગરબાના પાસ ઉપર લાગતો GST આયોજકો પોતે ચૂકવશે, ખેલૈયાઓ પાસેથી નહિ લેવાય, ગરબા એ કમાણીનું સાધન નથી, માંની આરાધનાનો પર્વ છે. રાજ્ય સરકારને જીએસટી મામલે ફેર વિચારણા કરવા મયંક પટેલે અપીલ કરેલ છે.
Other News : અમેરિકામાં ગેરકાયદે બોર્ડર પરથી ઘૂસણખોરી કરતા ૭ જેટલા ગુજરાતીઓ ઝડપાયા, IELTS કૌભાંડ ખૂલ્યુ જુઓ વિગત